Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
9 નવેમ્બરે ગુજરાત એટીએસની ટીમે ઝડપેલા ત્રણ આતંકીઓના કેસમાં થયો છે મોટો ખુલાસો. ઝડપાયેલ આતંકી ડોક્ટર અહેમદ સૈયદના સીસીટીવી ફુટેજ આવ્યા છે સામે. આતંકી ડોક્ટર અહેમદ સૈયદ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસમાં રોકાયો હતો. જે હોટલમાંથી બહાર આવતો આતંકી ડોક્ટર અહેમદ સૈયદ સીસીટીવીમાં કેદ થયો. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના હાથમાં એક થેલો પણ છે.. જે તે ગાડીમાં રાખતો સીસીટીવીમાં કેદ થયો.. એટલુ જ નહીં.. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરેથી એટીએસની ટીમને ISISનો ઝંડો અને કેટલાક ડિજીટલ પુરાવા પણ મળ્યા છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આતંકી સુહેલે એક પાર્સલ આઝાદને મોકલાવ્યુ હતુ.. જે પાર્સલ અંગે ગુજરાત એટીએસની ટીમે તપાસ શરૂ કરી છે..
















