IND vs AUS: રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાયો, મેચ પ્રેક્ટિસ દરમિયાન થયો ગુમ, જાણો શું છે અપડેટ
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં વનડે મેચ રમાય તે પહેલા કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરી થયાની વાતથી ફેન્સ ચોંક્યા છે
IND vs AUS: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે, આજની મેચ ગુજરાતના રાજકોટ શહેરમાં રમાવવાની છે, પરંતુ મેચ શરૂ થયા તે પહેલા ભારતીય ટીમના કેપ્ટનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાયો હોવાની વાત સામે આવી છે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં વનડે મેચ રમાય તે પહેલા કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરી થયાની વાતથી ફેન્સ ચોંક્યા છે. ખરેખરમાં, ગઇકાલે જ્યારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી અને બાદમાં જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કૉન્ફરન્સમાં આવ્યો તે સમયે આઇફોન ચોરાઇ ગયો હોવાની જાણ થઇ હતી. સુત્ર અનુસાર, ગઇકાલે કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાઇ ગયો હતો, જોકે, હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
મેચને લઇને કેવો છે અત્યારે રાજકોટમાં માહોલ -
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રમાશે. આજે બપોરે 1:30 વાગે મેચ શરૂ થશે. દર વખત કરતા આ વખતે ખૂબ જ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સ્ટેડિયમની અંદર અને સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે અહીં જૂનાગઢના એક બાપા પરંપરાગત ડ્રેસ પહેરીને મેચ જોવા પહોંચ્યા છે. આહીર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને બાપા ખંઢેરી સ્ટેડિયમની બહાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જૂનાગઢના બાપાએ કહ્યું કે ભારતની ટીમ ચોક્કસ જીતશે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ખંઢેરી સ્ટેડિયમ પહોંચી ચૂકી છે.
મેચમાં આજે વરસાદને લઇને શું છે અપડેટ
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ ફાઇનલ વનડે મેચ રમાશે, આજે આ મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાશે. ભારતે સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે સીરીઝની ત્રીજી વનડે 27 સપ્ટેમ્બરે એટલે કે આજે રાજકોટમાં રમાશે. રાજકોટ વનડે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ ત્રીજી વનડે જીતીને 3 મેચની સીરીઝમાં કાંગારૂઓનો સફાયો કરવા માંગશે. વળી, ઓસ્ટ્રેલિયન ટીમ તેની પ્રથમ જીતની શોધમાં છે.
આજે રાજકોટમાં વરસાદને લઇને શું છે મોટું અપડેટ ?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ખાતે બુધવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી વનડે મેચ રમાશે, પરંતુ આ દિવસે રાજકોટમાં હવામાનની પેટર્ન કેવી રહેશે ? ખરેખર, બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આકાશ વાદળછાયું રહેશે. ઝરમર વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચના દિવસે રાજકોટમાં વધુ વરસાદની કોઈ શક્યતા નથી.
લાઇવ બ્રૉડકાસ્ટિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ભારતીય ચાહકો સ્પોર્ટ્સ-18 પર ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વનડે મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. આ ઉપરાંત Jio સિનેમા પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. આ રીતે ક્રિકેટ ચાહકો સ્પોર્ટ્સ-18 અને જિઓ સિનેમા પર લાઈવ જોઈ શકશે. વળી, આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમે સીરીઝની પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની મેચ મોહાલીમાં રમાઈ હતી. વળી, કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું. જો કે હવે સીરીઝની ત્રીજી વનડે રાજકોટમાં રમાશે.
મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વન-ડે મેચનું જીવંત પ્રસારણ સ્પોર્ટ્સ-18 પર થશે. આ સિવાય ક્રિકેટ ચાહકો Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ 11
ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, સીન એબોટ