શોધખોળ કરો
Advertisement
બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત બાદ BCCIએ ખોલ્યો ખજાનો, ટીમને આપ્યું 5 કરોડ રૂપિયાનું બોનસ
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.
બ્રિસ્બેનના ગાબામાં રમાયેલ બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હરાવી દીધુ છું. સીરીઝ જીત્યા બાદ બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓ માટે ખજાનો ખોલી દીધો છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે ટીમને પાંચ કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
આ મેચમાં મળેલ જીતની સાથે જ ભારતીય ટીમે ચાર મેચની આ સીરીઝ પણ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ગાબાના મેદાન પર પ્રથમ વખત કોઈ ટીમે 300થી વધારે રનનો ટાર્ગેટનો પીછો કર્યો છે.
ભારતે ઓસ્ટ્રેલિયામાં બીજી વખત ટેસ્ટ સીરીઝ જીતી છે. આ પહેલા 2018-19 દરમિયાન પણ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના ચાર મેચની ટેસ્ટ સીરીઝ 2-1થી જીતી હતી. તે સમયે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેના ઘરમાં જ ટેસ્ટ સીરીઝ જીતનાર એશિયાની પ્રથમ ટીમ બની હતી. હવે ફરી એક વખત ભારતે કાંગારુ ટીમને તેના ઘરમાં જ હરાવીને ઈતિહાસ રચ્યો છે.
ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 294 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.
ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 336 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી ડેબ્યૂમેને શાર્દુલ ઠાકુરે સર્વાધિક 67 રન બનાવ્યા હતા. બીજા ડેબ્યૂમેનવ વોશિંગ્ટન સુંદર 62 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રોહિત શર્માએ 44 રન, પુજારાએ 25 રન, રહાણેએ 37 રન, મયંક અગ્રવાલે 38 રન, પંતે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને કમિંસને 2-2 સફળતા મળી હતી.
ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા હતા. હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચ નથી રમી રહ્યા. તેમના સ્થાને શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે, જે પૈકી ઠાકુર, નટરાજન, સુંદર ડેબ્યૂ કર્યુ હતું. ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડBCCI has announced Rs 5 Crores as team bonus. These are special moments for India Cricket. An outstanding display of character and skill: BCCI Secretary Jay Shah
(Pic: Jay Shah Twitter)#AUSvsIND https://t.co/2a2AveGUYb pic.twitter.com/VVN6Clnmmk — ANI (@ANI) January 19, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement