શોધખોળ કરો

HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ સર્જાશે નહીં.

HMPV Virus India: દેશમાં એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસના કેસો સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ સર્જાશે નહીં. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા હવામાં ફેલાય છે અને તે તમામ ઉંમરના લોકોને અસર કરી શકે છે. તેનો વ્યાપ ખાસ કરીને શિયાળા અને વસંતઋતુમાં જોવા મળે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તાજેતરના સમયમાં ચીનમાં HMPVના કેસમાં વધારો થવાના અહેવાલો છે. આના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આના પર ધ્યાન આપી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ શેર કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરલ ચેપમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી.

દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી હતી

આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લોકોને HMPV વાયરસથી ન ગભરાવવાની અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ વાયરસ નવો નથી, તે પહેલા પણ આવી ચૂક્યો છે અને હવે ફરી એકવાર તેની અસર દેખાઈ રહી છે. આ અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને માહિતી આપવાનો નિર્ણય લીધો છે અને મીડિયાને માત્ર સત્તાવાર માહિતી પ્રસારિત કરવાની અપીલ કરી છે.

તમિલનાડુ સરકારે કહ્યું હતું કે રાજ્યમાં તેના બે કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે કહ્યું કે આ વાયરસ નવો નથી અને તે પહેલાથી જ ફેલાયેલ વાયરસ છે, જેની ઓળખ 2001માં કરવામાં આવી હતી. HMPV વાયરસ સ્થિર રહે છે અને ચિંતાનું કારણ નથી.

HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget