શોધખોળ કરો
Advertisement
IND vs AUS: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કહ્યું- ઓસ્ટ્રેલિયા સામેની દરેક મેચ હારશે ભારત, જણાવ્યું આ કારણ
ભારતે પ્રવાસની શરૂઆત નિરાશાજનક રીતે કરી. ભારતને પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના મોટા આલોચક માઈકલ વોને કહ્યું વિરાટ કોહલીની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તમામ ફોર્મેટમાં હારનો સામનો કરશે. ભારતે પ્રવાસની શરૂઆત નિરાશાજનક રીતે કરી. ભારતને પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વોને શુક્રવારે ટ્વિટ કર્યું, 'મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા આ પ્રવાસમાં ભારતને તમામ ફોર્મેટમાં ખૂબ જ ખરાબ રીતે હરાવશે. વોનને પાંચ બોલર રમાડવાની રણનીતિવાળી જૂની માનસિકતા પસંદ નથી જે ભારતીય ટીમ માટે ખૂબ ખરાબ રહી. તેણે કહ્યું, ભારતીય વનડે ટીમ જૂની રણનીતિવાળી લાગે છે. માત્ર પાંચ બોલર વિકલ્પ અને છેલ્લે સુધી બેટિંગ લાઈન નથી. ભારતને પોતાના કોટાની ઓવર નાખવામાં ચારથી વધુ કલાક લાગ્યા અને વોન તેનાથી ખુશ ન હતો. તેણે લખ્યું, ભારતનો ઓવર રેટ ખૂબ ખરાબ રહ્યો. બોલિંગ સામાન્યા. તેણે લખ્યું, બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ખેલાડી શાનદાર રહ્યા. '
કોરોના મહામારી વચ્ચે દર્શકોની સ્ટેડિયમમાં વાપસીવાળા આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ પર 374 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ આઠ વિકેટ પર 308 રન બનાવ્યા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 90 રન બનાવ્યા. ભારતને પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement