(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS 2nd T20 : ટીમ ઈન્ડિયાની 6 વિકેટથી શાનદાર જીત, રોહિત શર્માના નોટઆઉટ 46 રન
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે નાગપુરમાં આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. નાગપુર ગ્રાઉન્ડમાં આ પહેલી મેચ છે. સીરીઝમાં પ્રથમ મેચ હારીને ભારતીય ટીમ બેકફૂટ પર છે.
LIVE
Background
India vs Australia 2nd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે નાગપુરમાં આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. નાગપુર ગ્રાઉન્ડમાં આ પહેલી મેચ છે. સીરીઝમાં પ્રથમ મેચ હારીને ભારતીય ટીમ બેકફૂટ પર છે, આજે ભારતીય ટીમ માટે કરો યા મરોની સ્થિતિ છે, જો મેચ હારી જાય છે તો સીરીઝ ગુમાવવાનો વારો આવી શકે છે, બીજુ બાજુ કાંગારુ ટીમ જીત સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે.
આવી છે નાગપુરની પીચ -
નાગપુરના મેદાનમાં હંમેશા બૉલરોને સારી મદદ મળી છે, અહીં પહેલા બેટિંગ કરનારી ટીમનો એવરેજ સ્કૉર 151 રહ્યો છે. બીજી ઇનિંગમાં ઓછા સ્કૉરને ચેજ કરવો પણ કઠીન સાબિત થાય છે. 6 વર્ષ પહેલા અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા માત્ર 126 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય ટીમ બીજી ઇનિંગમાં આ નાના લક્ષ્યને પણ ચેઝ નહતી કરી શકી. આ મેચમાં ટીમ ઇન્ડિયા માત્ર 79 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે. આમાં ભારતનુ પલડુ ભારે રહ્યું છે, ભારતે 13 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર 10 મેચોમાં જ જીત હાંસલ કરી છે. જોકે, એક મેચ પરિણામ વિનાની રહી છે.
પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે ?
મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેની ટીમમાં કોઈપણ ફેરફારનો અવકાશ નહિવત છે. અહીં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે. ઉમેશ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહ પ્લેઇંગ-11માં જોવા મળી શકે છે.
આવી હશે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમ - એરોન ફિન્ચ (કેપ્ટન), જૉસ ઇંગલિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), ટિમ ડેવિડ, કેમરુન ગ્રીન, એડમ જામ્પા, પેટ કમિન્સ, જૉસ હેઝલવુડ, નાથન એલિસ.
ટીમ ઈન્ડિયાએ બીજી T20 જીતી
ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. 8 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ અણનમ 46 રન બનાવ્યા હતા. 20 બોલની પોતાની તોફાની ઇનિંગમાં હિટમેને 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે એક સિક્સર અને ફોર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચાર બોલ પહેલા જ જીત અપાવી હતી.
કેએલ રાહુલ આઉટ
કેએલ રાહુલ 10 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. ભારતે 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 40 રન બનાવી લીધા છે. હાલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતમાં છે.
રોહિત શર્મા અને કેએલ રાહુલ રમતમાં
ભારતે પ્રથમ ઓવરમાં શાનદાર રમત રમી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ રમતમાં છે. 1 ઓવર બાદ ભારતે 20 રન બનાવી લીધા છે. રોહિત શર્માએ પ્રથમ ઓવરમાં 2 સિક્સર ફટકારી હતી. રાહુલએ છેલ્લા બોલ પર સિક્સ ફટકારી હતી.
ઈન્ડિયાને જીત માટે આપ્યો 91 રનનો ટાર્ગેટ
IND vs AUS 2nd T20 Live: ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને જીત માટે આપ્યો 91 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી મેથ્યુ વેડે શાનદાર ઈનિંગ રમતા 20 બોલમાં 43 રન ફટકાર્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી 8 ઓવરમાં 90 રન બનાવ્યા હતા.
31 રન બનાવી ફિંચ આઉટ
31 રન બનાવી ફિંચ આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 5 ઓવરમાં 46 રન બનાવી 4 વિકેટ ગુમાવી છે.