શોધખોળ કરો

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો

વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

IND vs AUS Match: વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઇ લીધો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવરોના ફોર્મેટ ICC ટૂર્નામેન્ટની ટાઇટલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા રમતા 264 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 11 બોલ બાકી રહેતા 4 વિકેટે મેળવી લીધો હતો. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો હતો, જે મધ્ય ઓવરોમાં ટકી રહ્યો અને 84 રનની ઇનિંગ રમી.

દુબઈમાં ભારતે ઈતિહાસ રચ્યો 

ભારતીય ટીમે દુબઈમાં વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, આ નિર્ણય ઘણો સારો હતો. ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં દુબઈના મેદાન પર 250 રનના આંકને સ્પર્શનારી પ્રથમ ટીમ બની છે. આમ છતાં તે 265 રનના લક્ષ્યને બચાવવામાં નિષ્ફળ રહ્યા.  ભારત હવે દુબઈના મેદાન પર 250થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર વિશ્વનો માત્ર ચોથો દેશ બની ગયો છે. 

મેચ 4 વિકેટે જીતી લીધી

ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ જીતના હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા. આ જીત સાથે રોહિત બ્રિગેડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. બીજી સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે. ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમાશે. 

ભારત સતત ત્રીજી ફાઈનલ રમશે

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક લગાવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2017માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે તેને પાકિસ્તાનના હાથે 180 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

Embed widget