શોધખોળ કરો

IND vs AUS Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કૉર 289/3, ઓસ્ટ્રેલિયાથી હજુ 191 રન પાછળ

ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય ટીમની ત્રીજા દિવસની રમત ખુબ શાનદાર રહી, અને આજના દિવસે એક સદી અને એક ફિફ્ટી પણ ભારત તરફથી જોવા મળી.

IND vs AUS Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો છે. અત્યાર ભારત તરફથી ક્રિઝ પર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે. 

ભારતની ઇનિંગની વાત કરીએ તો....
ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય ટીમની ત્રીજા દિવસની રમત ખુબ શાનદાર રહી, અને આજના દિવસે એક સદી અને એક ફિફ્ટી પણ ભારત તરફથી જોવા મળી. ખાસ વાત છે કે ભારતના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી, શુભમન ગીલે 235 બૉલનો સામનો કરતાં 1 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી શાનદાર 128 રનની શતકીય ઇનિંગ રમી હતી. જ્યારે આજે ફિફ્ટી વિરાટ કોહલીના બેટમાંથી નીકળી હતી, વિરાટે લાંબા વિરામ બાદ આજે ટેસ્ટમાં પોતાની અર્ધશતકીય ઇનિંગ રમી છે. વિરાટે દિવસના અંત પહેલા પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી, વિરાટે 128 બૉલ રમીને 5 ચોગ્ગાની મદદથી શાનદાર 59 રનની ઇનિંગ રમી હતી. 

ભારતીય ટીમ તરફથી આજે બેટિંગમાં શાનદાર લય જોવા મળી, કેપ્ટન રોહિત શર્મા શરૂઆતમાં સારી બેટિંગ કર્યા બાદ પેવેલિયન ભેગો થયો હતો, રોહિત શર્માએ 35 રન, શુભમન ગીલે 128 રન, ચેતેશ્વર પુજારાએ 42 રન ફટકાર્યા હતા, આ સિવાય વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને અમદાવાદની પીચ પર યથાવત છે. 

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો...
ત્રીજા દિવસે કાંગારુ ટીમને કોઇ ખાસ ફાયદો થયો ન હતો. કાંગારુ બૉલરો ફરી એકવાર વિકેટો લેવામાં આજે નિષ્ફળ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી આજે નાથન લિયૉન, મેથ્યૂ કેહૂનમેન અને ટૉડ મર્ફી એક-એક વિકેટો લેવામાં સફળ થયા હતા, આ સિવાય અન્ય કોઇ બૉલરના નસીબમાં વિકેટ ન હતી. 

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ અમદાવાદ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં કાંગારુ ટીમે પહાડ જેવો સ્કૉર કર્યો હતો, ઓસ્ટ્રેલિયન ટીમે 480 રનોનો વિશાળ સ્કૉર કર્યો હતો, આજે ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 289 રન બનાવ્યા છે, છતાં હજુ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 

Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 

ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ

Embed widget