શોધખોળ કરો
ત્રીજા દિવસની ભારતની રમત જોઇને કયો દિગ્ગજ ખેલાડી ચોંક્યો, ટ્વીટ કરીને આખી ટીમ માટે શું કહ્યું, જાણો વિગતે
મેચમાં ઠાકુરે 62 રનોની શાનદાર ઇનિંગ રમી, તેના દમ પર ભારત મેચમાં ટકી રહ્યું. ભારતીય ટીમની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે પોતાની પહેલી ઇનિંગ 336 રનના સ્કૉર પર સમેટાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 369 રન બનાવ્યા અને ભારત આ મામલે 33 રન પાછળ રહ્યું હતુ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રહાણેની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમની જબરદસ્ત પ્રસંશા કરી છે. ટેસ્ટના ત્રીજા દિવસે રવિવાર વૉશિંગટન સુંદર અને શાર્દૂલ ઠાકુરે પોતાનો દમ બતાવ્યો, બન્નેએ કાંગારુ સામે અડીખમ ઉભા રહીને પોત પોતાની ફિફ્ટી પુરી કરી, એટલુ જ નહીં બન્નેએ સાતમી વિકેટ માટે 123 રનોની ઉપયોગી ભાગીદારી પણ કરી.
મેચમાં ઠાકુરે 62 રનોની શાનદાર ઇનિંગ રમી, તેના દમ પર ભારત મેચમાં ટકી રહ્યું. ભારતીય ટીમની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે પોતાની પહેલી ઇનિંગ 336 રનના સ્કૉર પર સમેટાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 369 રન બનાવ્યા અને ભારત આ મામલે 33 રન પાછળ રહ્યું હતુ.
શાર્દૂલ ઠાકુર અને વૉશિંગટન સુંદરની દમદાર બેટિંગ જોઇને ગદગદ થઇ ગયો હતો, તેને એક ટ્વીટ પણ કર્યુ હતુ. લખ્યુ- ભારતીય ટીમના સાહસને જો એક શબ્દમાં વર્ણવવુ હોય તો એક જ શબ્દ આવે છે દબંગ. એકદમ સાહસી અને બહાદુર. અતિ સુંદર ઠાકુર....
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં વિના વિકેટ 21 રન બનાવ્યા હતા. આ સાથે કુલ લીડ 54 રન થઈ છે. વોર્નર 20 અને હેરિસ 1 રને રમતમાં હતા. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા વન ડે સ્ટાઇલમાં બેટિંગ કરી મોટી લીડ લઇને ભારત પર દબાણ ઉભું કરવાની કોશિશ કરશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
ક્રિકેટ
ગુજરાત
ગાંધીનગર
Advertisement
