શોધખોળ કરો

IND vs BAN 2nd Test: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું, બુમરાહે મચાવી તબાહી

India vs Bangladesh: કાનપુર ટેસ્ટ મેચના ચોથા દિવસે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન બુમરાહ અને સિરાજે ઘાતક બોલિંગ કરી હતી.

India vs Bangladesh 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે સોમવારે મેચના ચોથા દિવસે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 233 રન બનાવ્યા હતા. તેના માટે મોમિનુલ હકે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ સદી ફટકારી હતી. મોમિનુલે 194 બોલનો સામનો કર્યો અને અણનમ 107 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહે ભારત માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.

બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઝાકિર હસન શૂન્ય રને આઉટ થયો હતો. શાદમાન ઈસ્લામ 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 31 રન બનાવીને આઉટ થયો હતો. મુશ્ફિકુર રહીમ 11 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 32 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા. શાકિબ અલ હસન 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મેહદી હસન મિરાજ 20 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 42 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા.

મોમિનુલે જોરદાર સદી ફટકારી -

મોમિનુલે જોરદાર પ્રદર્શન કર્યું અને અંત સુધી નોટઆઉટ રહ્યો. તેણે 194 બોલનો સામનો કર્યો અને 107 રન બનાવ્યા. મોમિનુલે આ દરમિયાન 17 ફોર અને એક સિક્સર ફટકારી હતી. ખાલિદ અહેમદ શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે હસન મોહમ્મદ 1 રન બનાવીને આઉટ થયો હતો.

ભારત માટે બુમરાહ-સિરાજનું જોરદાર પ્રદર્શન -

બુમરાહે ભારત માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 18 ઓવરમાં 50 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન 7 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. મોહમ્મદ સિરાજે 17 ઓવરમાં 57 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે 2 મેડન ઓવર પણ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને 15 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી હતી. આકાશ દીપે 15 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને પણ એક વિકેટ મળી હતી. તેણે 9.2 ઓવરમાં 28 રન આપ્યા હતા.

મેચ દરમિયાન વરસાદ વિક્ષેપ -

કાનપુર ટેસ્ટ દરમિયાન વરસાદને કારણે ઘણી મુશ્કેલી પડી હતી. મેચના પ્રથમ દિવસે 35 ઓવર પૂર્ણ થઈ હતી. આ પછી વરસાદના કારણે રમત રોકવી પડી હતી. વરસાદના કારણે બીજો દિવસ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. ત્રીજા દિવસે પણ એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. મેચના ત્રીજા દિવસે વરસાદ પડ્યો ન હતો. પરંતુ જમીન ખૂબ જ ભીની હતી.

આ પણ વાંચો : IND vs BAN: ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર થયું આવું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ

Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી

Weather:ઉનાળાની શરૂઆત વચ્ચે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તો પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષોથી રસ્તા બંધ

Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

ABP Premium

વિડિઓઝ

Trump Zelensky Meeting: ટ્ર્મ્પ અને જેલેસ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી, મીડિયાની હાજરીમાં આવી ગયા આમને સામનેHun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Weather:ઉનાળાની શરૂઆત વચ્ચે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તો પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષોથી રસ્તા બંધ
Weather:ઉનાળાની શરૂઆત વચ્ચે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તો પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષોથી રસ્તા બંધ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!

ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ

Embed widget