Hun To Bolish : હું તો બોલીશ : આ શિક્ષક નહીં, શેતાન છે
Hun To Bolish : હું તો બોલીશ : આ શિક્ષક નહીં, શેતાન છે
અમરેલી જિલ્લામાં શિક્ષણજગતને લાંછન લગાડનારી એક ઘટના સામે આવી છે....જ્યાં એક પ્રાથમિક શાળાના નરાધમ શિક્ષકે ધોરણ-4માં અભ્યાસ કરતી નવ વર્ષની બે દીકરીઓને વારંવાર પોતાના હવસનો શિકાર બનાવી...આ નરાધમ શિક્ષક છે મહેન્દ્ર કાવઠીયા...જેની સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે...ફરિયાદ મુજબ આ નરાધમ શિક્ષક છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ પર દુષ્કર્મ ગુજારતો હતો....એટલું જ નહીં આ નરાધમ ઉધરસની દવાના બહાને દીકરીઓને દારૂ પીવડાવી આવું કૃત્ય કરતો હતો...આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી...જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી....અને નરાધમ શિક્ષકને શાળાની ઓફિસમાં દીકરી સાથે અડપલાં કરતાં રંગેહાથ ઝડપી લીધો....બાદમાં ગ્રામજનો અને પોલીસને જાણ કરી....ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂલર પોલીસ સ્થળ પર પહોંચી....આરોપીને ઝડપી પાડ્યો...અને FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે....આ નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સભ્ય અને મહામંત્રી તરીકે હોદ્દેદાર પણ હતો...જો કે, તેને ગયા ડિસેમ્બર મહિને મળેલી કારોબારી બેઠકમાં તેની કાર્યપ્રણાલી અને અનુશાસન સંગઠનના નિયમ વિરુદ્ધ હોવાનું કહીને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો...હાલ તો નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા વિરૂદ્ધ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો.. સાથે જ મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયો.. તપાસમાં જે બહાર આવ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી.. શિક્ષકના નામે શેતાન એવા મહેન્દ્ર કાવઠીયાના મોબાઈલમાંથી પોલીસને ઢગલાબંધ અશ્લિલ ફિલ્મો મળી આવી.. આરોપ તો એવો પણ છે કે આરોપી એ જ અશ્લિલ ફિલ્મો શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને પણ દેખાડતો હતો.. એટલુ જ નહી. શેતાન શિક્ષક મહેન્દ્ર કાવઠીયા દારૂ પીવાનો પણ બંધાણી હતો..
નરાધમ મહેન્દ્ર કાવઠીયાની પ્રથમ નિમણૂક રાજુલાના ઉટીયા ગામની પ્રાથમિક શાળામાં 6 ફેબ્રુઆરી 2001માં થઈ હતી....અને 12 જૂન 2001 સુધી આ શાળામાં ફરજ બજાવી હતી....13 જૂન 2001થી 1 ઓગસ્ટ 2023 સુધી લીલીયા તાલુકાના બવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હતો....2 ઓગસ્ટ 2023થી આ ઘટનાસ્થળની નગર શિક્ષક સમિતિ સંચાલિત શાળામાં ફરજ બજાવતો હતો....તેની પત્ની નગર શિક્ષણ સમિતિ સંચાલિત અમરેલી બહારપરા કુમાર શાળામાં ફરજ બજાવે છે.....સંતાનમાં એક દીકરો છે....મહેન્દ્ર કાવઠીયાના પિતા નિવૃત્ત શિક્ષક છે....તે મૂળ કુંકાવાવ તાલુકાના નાના ઉજળાનો વતની છે....





















