લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામ ખાતે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 3નાં મૃત્યુના સમાચાર છે. દુર્ઘટનામાં મહિલા, બાળક સહિત કુલ 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

Limdi Fire:લીંબડીના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં ૩ વ્યક્તિના મોતના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે,રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી. આ સમયે ડિઝલના કેરબા ઉતારતા સમયે અચાનક પીકઅપવાલમાં આગ લાગી હતી. જેના કારણે નજીકના રહેણાંક મકાનને પણ આગે ગિરફ્તમાં લીધું હતું. આગ વિકરાળ હોવાથી આગમાં 3 લોકો જીવતા ભૂજાયાના સમાચાર છે. મૃતકમાં બાળકો અને વૃદ્ધાનો સમાવેશ થયો છે. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ત્રણ મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. આગના કારણે મકાન નજીક પાર્ક કરેલી કાર પણ ભસ્મિભૂત થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગરની ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ, ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર આવી પહોંચ્યું હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મોડી રાત્રે લાગેલી આગ એટલી ભીષણ હતી કે આસપાસને મકાનને પણ ઝપેટમાં લીધા હતા. આગના કારણએ 3 મકાન બળીને ખાક થઇ ગયાનો અહેવાલ છે. ગામે ભીષણ આગ ભભૂકી ઉઠતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. આગમાં ફાતુબહેન હસનભાઈ ટીબલીયા,. રમજાનભાઈ સાદીકભાઈ ટીબલીયા,3. મોઈનભાઈ હનીફભાઈ ઢોળીતરનું મૃત્યુ થયું છે તો આગની ઘટનામાં એકની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે અંગેની હજુ સુધી કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ પ્રાથમિક તારણ મુજબ આગ કોઇ જ્વલનશીલ પદાર્થના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
આ પણ વાંચો
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ

