IND vs BAN 2nd Test: રોહિત નહીં રમે ઢાકા ટેસ્ટ, આવી હશે પ્લેઇંગ ઇલેવન, જાણો પીચ અને વેધર રિપોર્ટ
ભારતીય ટીમના રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્મા બીજી મેચમાં ટીમનો ભાગ નહીં રહે, રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાંથી પણ બહાર રહ્યો હતો.
IND vs BAN Playing XI & Weather Forecast: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોની વચ્ચે આ મેચ ઢાકામાં રમાશે, આ પહેલા ટીમ ઇન્ડિયાએ ચટગાંવ ટેસ્ટમાં બાંગ્લાદેશને 188 રનોથી હરાવ્યુ છે અને આ રીતે ટીમ ઇન્ડિયા 2 ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-0 થી આગળ છે, પરંતુ ઢાકા ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, ભારતીય ટીમના રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્મા બીજી મેચમાં ટીમનો ભાગ નહીં રહે, રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાંથી પણ બહાર રહ્યો હતો. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલના હાથોમાં ટીમ ઇન્ડિયાની કમાન રહેશે.
કેવો રહેશે હવામાન અને પીચનો મિજાજ ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બર ઢાકામાં રમાશે, વળી, ઢાકાના હવામાનની વાત કરીએ તો ફેન્સ માટે સારા સમાચાર છે. હવામાન વિભાગ અનુસાર, ટેસ્ટ મેચના પાંચેય દિવસ સુધી તડકો નીકળશે, આ ઉપરાંત વરસાદના આસાર નથી. આ રીતે આ ટેસ્ટ મેચ પુરેપુરી રીતે ખુલ્લા વાતાવરણમાં રમાશે. વળી, એવુ માનવામાં આવે છે કે, ઢાકાની પીચ બેટ્સમેનો માટે અનુકુલ રહશે, જોકે મેચ આગળ વધશે તેમ તેમ સ્પિન બૉલરોને મદદ મળવાની શરૂ થઇ શકે છે.
ઢાકા ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગીલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.
બીજી ટેસ્ટ મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા રમશે નહીં -
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા રમશે નહીં. બીસીસીઆઇએ આ અંગે પુષ્ટી કરી હતી. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા ડાબા અંગૂઠાની ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. નવદીપ સૈની પણ ઇજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.
ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. રોહિત ટીમમાં સામેલ થવાની આશા હતી પરંતુ તે ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે.
સૈની ઈજાના કારણે બહાર થયો -
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર નવદીપ સૈની બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. નવદીપની ઇજા અંગે જાણકારી આપતા બીસીસીઆઇએ કહ્યું હતું કે તેના પેટના સ્નાયુઓ ખેંચાઇ ગયા છે. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તે તેની ઈજાને ઠીક કરવા માટે એનસીએમાં જશે.
પ્રથમ ટેસ્ટ ભારતે જીતી હતી -
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ચટગાંવમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી આ ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે પણ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની જીત સાથે જ ભારતે આ ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે આગામી મેચ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે. જો કે બીજી મેચ પહેલા રોહિત શર્મા અને નવદીપ સૈનીનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.