શોધખોળ કરો
Advertisement
U-19 વર્લ્ડકપઃ ટીમ ઇન્ડિયા ભલે હારી પણ આ ખેલાડીએ જીત્યા દિલ , જાણો કોણ છે રવિ બિશ્નોઇ?
રવિએ ફાઇનલ મેચમાં 10 ઓવરમાં ફક્ત 30 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશ ટીમ ઇન્ડિયાને ત્રણ વિકેટથી હરાવી પ્રથમવાર ચેમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયા ભલે આ મેચમાં હારી ગઇ હોય પરંતુ ટીમના સ્પિનર રવિ બિશ્નોઇએ ક્રિકેટ ચાહકોના દિલ જીત્યા હતા. આસાન ટાર્ગેટના કારણે એક સમયે લાગતુ હતું કે બાંગ્લાદેશ સરળતાથી જીતી જશે પરંતુ બિશ્નોઇની શાનદાર બોલિંગથી મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ હતી. જેની બોલિંગના કમાલથી બાંગ્લાદેશનો સ્કોર એક સમયે છ વિકેટે 102 રન પર પહોંચી ગયો હતો પરંતું બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલી અને પરવેઝ ઇમોને બાંગ્લાદેશ માટે 41 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. રવિએ ફાઇનલ મેચમાં 10 ઓવરમાં ફક્ત 30 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.
રવિ બિશ્નોઇ રાજસ્થાનના જોધપુરનો છે. તેણે પ્લાસ્ટિકના બેટ અને બોલથી રમવાની શરૂઆત કરી હતી. શહેરમાં ક્રિકેટ એકેડમી ન હોવાના કારણે તેણે પોતાના મિત્રો અને પ્રદોયત સિંહ અને શાહરૂખ પઠાણ સાથે મળી ક્રિકેટ એકેડમી શરૂ કરી હતી. રવિએ કહ્યું કે, મેદાનથી લઇને પિચ બધુ જ તેણે તૈયાર કર્યું હતું. પિચ તૈયાર કરવી, રોલર ચલાવવ , મેદાન પર ઘાસ લગાવવું, આ બધુ જ કામ તેણે જાતે જ કર્યું છે.
રવિ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નને પોતાના આદર્શ માને છે. તેણે કહ્યું કે, તે બાળપણમાં વોર્નને ફોલો કરતો હતો. વોર્ન ગોડ ઓફ લેગ સ્પિન છે. હવે તે રાશિદ ખાન અને ચહલ પાસેથી ખૂબ શીખી રહ્યા છે. આ વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી આઇપીએલની હરાજીમાં પંજાબની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે પંજાબમાં કુંબલે સાથે કામ કરવાને લઇને ઉત્સાહિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement