IND vs BAN: કાનપુર ટેસ્ટ માટે BCCI એ કરી ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સીરીઝની પ્રથમ મેચ જીતીને બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું.
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સીરીઝની પ્રથમ મેચ જીતીને બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ તરત જ BCCIએ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન અને એકતરફી જીતને ધ્યાનમાં રાખીને BCCIએ બીજી ટેસ્ટ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં એક પણ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) September 22, 2024
India retain same squad for 2nd Test against Bangladesh.
More Details 🔽 #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBankhttps://t.co/2bLf4v0DRu
બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિંદ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.
ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત
ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મહેમાન ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું. અશ્વિને પ્રથમ દાવમાં સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ભારતની જીતમાં ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને મોટો ફાળો આપ્યો હતો. તેણે બોલ અને બેટથી કમાલ કરીને ટીમ ઈન્ડિયા માટે ડબલ ધમાલ મચાવી હતી. ભારતીય ટીમની જીતનો હીરો આર. અશ્વિન હતો, જેણે બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. આ મેચમાં અશ્વિને સદી પણ ફટકારી હતી. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 37મી વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય ટીમે ચાર વિકેટે 287 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 227 રનની લીડ મળી હતી.
અશ્વિને ભારતની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી
રવિચંદ્રન અશ્વિન (113) અને રવિન્દ્ર જાડેજા (86) ભારતની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા સ્ટાર હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી 24 વર્ષના હસન મહમૂદે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રથમ ઈનિંગમાં ભારતીય ઈનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતની ત્રણ વિકેટ, રોહિત (6), ગિલ (0), કોહલી (6) 34 રનમાં પડી ગયા. રિષભ પંત (39) લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પણ હસન મહેમૂદનો શિકાર બન્યો હતો. યશસ્વી જયસ્વાલ વિકેટ પર ટકી રહ્યો અને આઉટ થતા પહેલા તેણે 56 રનની ઇનિંગ રમી, પરંતુ 144ના સ્કોર પર તે નાહિદ હુસૈનના બોલ પર સ્લિપમાં ઉભેલા શાદમાન ઇસ્લામના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ આ સ્કોર પર કેએલ રાહુલ 52 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી હતી. હસન મહમૂદની પાંચ વિકેટ ઉપરાંત તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મેહદી હસન મિરાજ અને નાહીદ રાણાને 1-1 સફળતા મળી હતી. હસન મહમૂદ બાંગ્લાદેશ તરફથી ભારતની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે.