(Source: ECI/ABP News/ABP Majha)
IND vs BAN: પ્રથમ ટેસ્ટ માટે બન્ને ટીમોએ કમર કસી, આવી હશે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન, જુઓ......
આ ટેસ્ટ સીરીઝ માટે બન્ને ટીમો પુરેપુરી રીતે તૈયાર છે. જોકે ભારત અને બાંગ્લાદેશના કેટલાક મુખ્ય ખેલાડીઓ ઇજાથી ઝઝૂમી રહ્યાં છે.
India vs Bangladesh, Playing XI: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની શરૂઆત બુધવારે 14 ડિસેમ્બરે થવાની છે. આ ટેસ્ટ સીરીઝ માટે બન્ને ટીમો પુરેપુરી રીતે તૈયાર છે. જોકે ભારત અને બાંગ્લાદેશના કેટલાક મુખ્ય ખેલાડીઓ ઇજાથી ઝઝૂમી રહ્યાં છે. આવામાં ટીમની મુખ્ય ખેલાડીઓના બદલે યુવા ખેલાડીઓ વધુ જોવા મળશે, જાણો અહીં બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન કેવી હશે.......
શાકિબ અલ હસન થઇ શકે છે બહાર -
ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા જ બાંગ્લાદેશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, ખરેખરમાં, ટીમના કેપ્ટને શાકિબ અલ હસનને ઇજા બાદ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, શાકિબ અલ હસને કાલે પણ ટ્રેનિંગ ન હતી કરી, આવામાં તેનુ પહેલી ટેસ્ટમાં રમવુ સંદિગ્ધ લાગી રહ્યુ છે, કેમ કે બીસીબી દ્વારા હજુ સુધી તેની ટીમમાં ઉપલબ્ધતા વિશે કોઇ સ્પષ્ટતા નથી કરી.
ભારત અને બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન- લોકેશ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, રવિચંદ્નન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમૂલ હૌસેન, મોમિનુલ હક, યાસિર અલી, મુશ્ફિકૂર રહીમ, લિટન દાસ, શરીફૂલ ઇસ્માઇલ, ઝાકિર હસન, મહમુદુલ હસન, રજૌર રહેમાન, તસ્કીન અહેમદ.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગ્યે જોઇ શકશો લાઇવ ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 14 ડિસેમ્બર બુધવારથી શરૂ થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. મેચની ટોસ સવારે 9 વાગ્યે થશે. નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સમયમાં 30 મિનિટનો તફાવત છે.
ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ -
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 14 થી 18 ડિસેમ્બર દરમિયાન ચિત્તાગોંગમાં રમાશે. જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન ઢાકાના મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સિરીઝની મેચ રમાઈ હતી, જેમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.