IND vs ENG 1st Test: ઈંગ્લેન્ડ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ -2 નો આરંભ થશે.
IND vs ENG 1st Test: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ -2 નો આરંભ થશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે ટેસ્ટ 3.30 કલાકે શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ થશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ સોની લિવ એપ અને જિયો એપથી જોઈ શકાશે.
પૂજારાની સ્ટાઇલ પર વિશ્વાસ રાખોઃ ગાવસ્કર
દિગ્ગજ ક્રિકેટર અને ભારતના પૂર્વ ઓપનર સુનિલ ગાવાસકરે ફરી એક વખત રાજકોટના બેટસમેન ચેતેશ્વર પૂજારાની તરફેણ કરી છે. બે વર્ષથી પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી શક્યો નથી ત્યારે ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી શૈલીથી આંતરરાષ્ટ્રિય સ્તરે પોતાનુ આગવુ સ્થાન ઉભુ કર્યુ છે. તેણે આ સ્ટાઈલ પર વિશ્વાસ રાખવો પડશે.જો ટીમ મેનેજમેન્ટને પૂજારા જે પ્રકારે બેટિંગ કરે છે તેના પર વિશ્વાસ ના હોય તો બીજા કોઈને અજમાવી લેવા પર વિચાર કરવો જોઈએ. ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી બેટિંગ શૈલી માટે મહેનત કરી છે. તે એક છેડો સાચવી રાખે છે અને તેના કારણે બીજા ખેલાડી પાસે પોતાના શોટ રમવાનો મોકો હોય છે. કારણકે તેને ખબર હોય છે કે, સામેનો છેડો પૂજારા સાચવી લેશે. મને લાગે છે કે, પૂજારાએ પોતાના પર વિશ્વાસ રાખીને તેને જે શ્રેષ્ઠ લાગે તે પ્રકારે બેટિંગ કરવી પડશે. ભારત માટે તેણે શાનદાર દેખાવ ભૂતકાળમાં કર્યો છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, લોકેશ રાહુલ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટઃ 4 થી 8 ઓગસ્ટ, ટ્રેંટ બ્રિજ, નોટિંઘમ
બીજી ટેસ્ટઃ 12 થી 16 ઓગસ્ટ, લોર્ડ્સ, લંડન
ત્રીજી ટેસ્ટઃ 25 થી 29 ઓગસ્ટ, હેડિંગ્લી, લીડ્સ
ચોથી ટેસ્ટઃ 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર, કેનિંગ્સ્ટન, ઓવલ
પાંચમી ટેસ્ટઃ 10 થી 14 સપ્ટેમ્બર, ઓલ્ડ ટ્રેફર્ડ, માંચેસ્ટર