IND vs ENG, 1st Innings Highlights: બુમરાહ અને ઉમેશ યાદવે કરાવી ટીમ ઇન્ડિયાની વાપસી, પ્રથમ દિવસના અંતે ઇગ્લેન્ડ 138 રન પાછળ
India vs England, 1st Innings Highlights: પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ ત્રણ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે અને બંને ટીમો એક-એકની બરાબરી પર છે.
LIVE
Background
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં આજથી ચોથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટૉસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બંને ટીમોમાં બે-બે બદલાવ કરવામાં આવ્યા હતા.
પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડ હજુ 138 રન પાછળ
ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ઇગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 53 રન બનાવી લીધા હતા. બુમરાહ અને ઉમેશ યાદવે ટીમ ઇન્ડિયાની વાપસી કરાવી હતી. બુમરાહે બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન ફટકાર્યા હતા. દિવસના અંતે ઇગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન 26 અને ક્રેગ ઓવરટન એક રને રમતમાં હતા.
બુમરાહે ભારતને અપાવી સારી શરૂઆત
જસપ્રીત બુમરાહે ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. બુમરાહે રોરી બર્ન્સ અને હામિદની વિકેટ ઝડપી હતી. એક ઓવરમાં બુમરાહે બંન્નેને પેવેલિયન ભેગા કર્યા હતા. મેચની ચોથી ઓવરના બીજા બોલ પર બુમરાહે બર્ન્સને આઉટ કર્યો હતો અને અંતિમ બોલ પર હસીબ હામિદની વિકેટ ઝડપી હતી. ઇગ્લેન્ડના બંન્ને ઓપનર પેવેલિયન ભેગા થયા હતા
ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન
ઇગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઉમેશ યાદવ આઉટ થનાર છેલ્લો બેટ્સમેન રહ્યો હતો. તે 10 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી સૌથી વધુ શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન ફટકાર્યા હતા. કેપ્ટન કોહલીએ 50 રનની ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડ તરફથી વોક્સે ચાર, રોબિન્સને ત્રણ અને એન્ડરસન અને ઓવરટને એક-એક વિકેટ ઝડપી હતી.
અડધી ભારતીય ટીમ પેવેલિયન ભેગી
ભારતીય ટીમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ છે. વિરાટ કોહલી 50 રન બનાવી રોબિંન્સનનો શિકાર બન્યો હતો. કોહલીએ 27મી અડધી સદી ફટકારી હતી. કોહલીને રોબિન્સને જોની બેયરસ્ટોના હાથે કેચ કરાવ્યો હતો. કોહલીએ 96 બોલમાં 50 રન ફટકાર્યા હતા.
ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત
ઇગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 96 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં વિરાટ કોહલી અને રહાણે રમતમાં છે. આ અગાઉ રોહિત શર્મા 11, લોકેશ રાહુલ 17 અને પૂજારા ચાર અને જાડેજા 10 રન બનાવી આઉટ થયા હતા.