IND vs ENG 1st Test Day 3 Stumps: બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો સ્કોર 25/0, ભારત પાસે 70 રનની લીડ
India vs England, 1st Innings Highlights: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે નોંટિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ હતો. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો સ્કોર 25/0, ભારત પાસે 70 રનની લીડ

Background
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે નોંટિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. વરસાદથી પ્રભાવિત બીજા દિવસે ભારતીય ટીમ ફક્ત દોઢ સેશન જ બેટીંગ કરી શકી હતી. જેમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગમાં રાહુલ અને રોહિત સિવાય દરેક બેટ્સમેન ફ્લોપ રહ્યા. મિડલ ઓર્ડરમાં કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય, ચેતેશ્વર પુજારા 4 રન અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે 5 રન કરી આઉટ થઈ ગયા હતા.
ટીમ ઈન્ડિયાની આક્રમક બોલિંગનાં કારણે ઇંગ્લિશ ટીમ 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય જો રૂટનો મોંઘો પડ્યો હતો. આ મેચમાં 4 ઇંગ્લિશ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા.
ભારત પાસે 70 રનની લીડ
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો સ્કોર 25/0, ભારત પાસે 70 રનની લીડ




















