IND vs ENG, 2nd T20: ભુવનેશ્વર કુમારે બનાવ્યો મોટો રેકોર્ડ, T20I માં આમ કરનારો બન્યો પ્રથમ બોલર
Bhuvnesh Kumar Record: ભુવીએ પ્રથમ ઓવર મેડન નાંખી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી
England vs India: ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામમાં રમાયેલી બીજી T-20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં 0-2ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ખતરનાક બોલિંગ કરી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી.
ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માટે જેસન રોય અને જોસ બટલર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોય ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જ્યારે બટલર 4 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ મલાને 19 રનની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. લિયામ લિવિંગસ્ટોને 15 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સેમ કુરન 2 રન અને હેરી બ્રુકે 8 રન બનાવીને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભુવનેશ્વર કુમારે બનાવ્યો આ રેકોર્ડ
ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. ભુવીએ પ્રથમ ઓવર મેડન નાંખી હતી. આ સાથે તેણે ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે ટી20 ઈન્ટરનેશલનેલ ઈતિહાસમાં પાવરપ્લેમાં 500 ડોટ બોલ નાંખનારો પ્રથમ બોલર છે.
.@BhuviOfficial put on an impressive show with the ball & bagged the Player of the Match award as #TeamIndia beat England by 49 runs to take an unassailable lead in the series. 👏 👏
— BCCI (@BCCI) July 9, 2022
Scorecard ▶️ https://t.co/e1QU9hlHCk #ENGvIND pic.twitter.com/LxyxgaKZnr
રોહિત શર્માએ બનાવ્યો આ રેકોર્ડ
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે પ્રથમ ચોગ્ગો ફટકારતા જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. રોહિત હવે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (PR સ્ટર્લિંગ) એ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા
પોલ સ્ટર્લિંગઃ 325 ચોગ્ગા
રોહિત શર્મા: 301 ચોગ્ગા
વિરાટ કોહલી: 298 ચોગ્ગા
માર્ટિન ગુપ્ટિલ: 287 ચોગ્ગા
એરોન ફિન્ચ: 286 ચોગ્ગા