IND vs ENG 2nd T20: ટીમ ઈન્ડિયાએ આપ્યો 171 રનનો ટાર્ગેટ, રવિંદ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં T-20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં T-20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરી હતી. તેણે 5 ચોગ્ગાની મદદથી અણનમ 46 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ માટે ક્રિસ જોર્ડન અને રિચર્ડ ગ્લેસને ખતરનાક બોલિંગ કરી હતી. ગ્લેસને 3 અને જોર્ડને 4 વિકેટ ઝડપી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનાર રોહિત શર્મા અને રિષભ પંત ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 20 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પંતે 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.
સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમારે પણ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા ચોગ્ગાની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 17 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે 6 બોલમાં 13 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વર કુમાર 2 રન બનાવીને આઉટ થયો હતો. રવિંદ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરતા 46 રને અણનમ રહ્યો હતો. તેણે 29 બોલનો સામનો કરી 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જસપ્રીત બુમરાહ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જોકે, તે પણ અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી રિચર્ડ ગ્લેસને શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. રિચર્ડે મેડન ઓવર પણ લીધી હતી. ક્રિસ જોર્ડને પણ ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. સેમ કુરેને 3 ઓવરમાં 26 રન આપ્યા હતા. ડેવિડ વિલીએ 3 ઓવરમાં 35 રન આપ્યા હતા. મોઈન અલીએ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા.