IND vs ENG, 2nd Test Day 1 Highlights: યશસ્વી જયસ્વાલના 179* રન, પ્રથમ દિવસના અંતે ભારત 336/6
IND vs ENG, 2nd Test: મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા.
IND vs ENG, 2nd Test Day 1 Highlights: ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમાં આજથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તે સિવાયના કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. દિવસના અંતે રવિચંદ્રન અશ્વિન 5 રને રમતમાં હતો.
કેપ્ટન રોહિત શર્મા 14 રન, શુભમન ગિલ 34 રન, શ્રેયસ ઐયર 27 રન, ડેબ્યૂ મેન રજત પાટીદાર 32 રન, અક્ષર પટેલ 27 રન, એસ ભરત 17 રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર અને રેહાન અહમદને 2-2 વિકેટ મળી હતી. જ્યારે જેમ્સ એન્ડરસન અને ટોમ હર્ટલીને 1-1 સફળતા મળી હતી.
ભારતીય ટીમમાં ત્રણ બદલાવ
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ માત્ર ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે. સાથે જ મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિતે કહ્યું કે જાડેજાની જગ્યાએ કુલદીપ, રાહુલની જગ્યાએ રજત પાટીદાર અને સિરાજની જગ્યાએ મુકેશ કુમાર રમી રહ્યો છે.
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, અક્ષર પટેલ, એસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર
Yashasvi Jaiswal's excellent 179* guided India on day one of the second #INDvENG Test 🔥#WTC25: https://t.co/i3GiP6k0Qw pic.twitter.com/vZFOx0zxnB
— ICC (@ICC) February 2, 2024
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11
જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ (ડબલ્યુકે), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.
વિશાખાપટ્ટનમમાં ભારતનો રેકોર્ડ
ભારત આ પહેલા વિશાખાપટ્ટનમમાં બે ટેસ્ટ રમી ચુક્યું છે અને ત્યાં તેનો ઉત્તમ રેકોર્ડ છે, પિચ સામાન્ય રીતે પ્રથમ દાવમાં બેટ્સમેનોની તરફેણ કરે છે. એન્ડરસનની આ 184મી ટેસ્ટ મેચ છે.
રજત પાટીદારનું ડેબ્યુ
રજત પાટીદાર ટેસ્ટ ડેબ્યુ કરી રહ્યો છે. તેને કેએલ રાહુલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રજત ભારત માટે એક વનડે રમ્યો છે. આ સાથે જ શોએબ બશીરે પણ ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યુ કર્યું હતું. સરફરાઝ કરતાં રજતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેને વધુ રાહ જોવી પડશે.