શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: અક્ષર પટેલ રમશે બીજી ટેસ્ટમાં, આ બે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરાયા
પ્રથમ ટેસ્ટ મેચમાં અક્ષર પટેલનું ડેૂબ્યૂ કરવાનું નક્કી મનાતુ હતું. પરંતુ મેચના એક દિવસ પહેલા જ અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થઈ ગયા અને તેને ડેબ્યૂ કરવા માટે રાહ જોવી પડી.
IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. બીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને મોટી રાહત મળી છે. ડાબા હાથના સ્પિનર બોલર અક્ષર પટેલ પૂરી રીતે ફિટ છે અને તેને બીજી ટેસ્ટમાં સ્થાન મળ્યું છે. રવીન્દ્ર જાડેજાને કારણે અક્ષર પટેલને ચાર ટેસ્ટ મેચ માટે ચીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં અક્ષર પટેલનું ડેૂબ્યૂ કરવાનું નક્કી મનાતુ હતું. પરંતુ મેચના એક દિવસ પહેલા જ અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થઈ ગયા અને તેને ડેબ્યૂ કરવા માટે રાહ જોવી પડી. અક્ષર પટેલના સ્થાન પર નદીમને પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તક મળી.
જોકે નદીમે પ્રથમ ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું. અક્ષર પટેલના ઇજાગ્રસ્ત થયા બાદ નદીમની સાથે રાહુલ ચાહરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેકે હવે અક્ષર પટેલ ફિટ છે માટે નદીમ અને રાહુલ ચાહર બન્ને ખેલાડીને એક વખત ફરી રિઝર્વ ખેલાડી તરીકે મોકલી દેવામાં આવ્યા છે.
અક્ષર પટેલનું રમવાનું નક્કી
ટીમ મેનેજમેન્ટે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ બીજી ટેસ્ટ મેચમાં નદીમની જગ્યાએ અક્ષર પટેલ પ્લેઇંગ 11નો ભાગ હશે. અક્ષર પટેલ ફિટ થવાને કારણે વોશિંગ્ટન સુંદર પર લટકતી તલવાર છે.
વોશિંગ્ટન સુંદરે પ્રથમ ટેસ્ટમાં બેગિંટથી તો 85 રનની ઇનિંગ રમી હતી પરંતુ તેની બોલિંગ ખૂબ જ નિરાશાજનક રહી હતી. સ્પિનર્સ માટે મદદગાર પિચ પર સુંદરે એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા ન હતા. એટલું જ નહીં સુંદરે અંદાજે 4ની ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. સુંદરના સ્થાન પર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement