IND vs ENG: ડેબ્યૂ ટેસ્ટમાં જ આકાશ દીપનો તરખાટ, એકલા હાથે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ઘર ભેગુ કર્યું
IND vs ENG 4th Test: આકાશ દીપે ઇંગ્લેન્ડ સામે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આકાશે પહેલી જ મેચમાં અજાયબીઓ કરી હતી અને ઇંગ્લિશ ટોપ ઓર્ડરનો નાશ કર્યો હતો.
Akash Deep: આકાશ દીપે ઈંગ્લેન્ડ સામે ડ્રીમ ડેબ્યૂ કર્યું હતું. ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ઘૂંટણિયે લાવી દીધો. આકાશ દીપે ઈંગ્લેન્ડ સામે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આકાશ ભારતનો 313મો ટેસ્ટ ખેલાડી બન્યો. બંગાળ તરફથી રમતા આકાશે પહેલી જ મેચમાં જણાવ્યું કે તેને ભારતીય ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ આકાશ દીપે 11.5 ઓવરમાં 3 વિકેટ લીધી. આકાશે ત્રણ વિકેટ લઈને ઈંગ્લિશ ટોપ ઓર્ડરનો ઘર ભેગુ કર્યું હતું. સૌ પ્રથમ, આકાશે 10મી ઓવરના બીજા બોલ પર ઇંગ્લિશ ઓપનર બેન ડકેટને કીપરે કેચ આઉટ કરાવ્યો હતો. ભારતીય પેસરે તેની ચોક્કસ લાઇન અને લંબાઈથી ડકેટને ફસાવી દીધો.
ત્યાર બાદ 10મી ઓવરના ચોથા બોલ પર આકાશે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઓલી પોપને એલબીડબ્લ્યુ આઉટ કરીને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દીધો હતો. પોપે પોતાની ઇનિંગના બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 12મી ઓવરના 5માં બોલ પર આકાશે સારી ઇનિંગ રમી રહેલા બીજા ઇંગ્લિશ ઓપનર જેક ક્રોલીને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પોતાની અડધી સદી તરફ આગળ વધતો ક્રોલી 42 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
જેક ક્રોલી નો બોલ પર બોલ્ડ થયો હતો
તમને જણાવી દઈએ કે ઈનિંગની ચોથી ઓવરમાં આકાશે જેક ક્રાઉલીને એક શાનદાર બોલથી બોલ્ડ કર્યો હતો, પરંતુ કમનસીબે તે નો બોલ હતો. પરંતુ ત્યારબાદ 10મી ઓવરમાં તેણે તેની પ્રથમ ટેસ્ટ વિકેટ લીધી અને 12મી ઓવરમાં ક્રોલી લીગલ ડિલિવરી પર બોલ્ડ થયો.
બુમરાહની જગ્યાએ તક મળી
ઉલ્લેખનીય છે કે બુમરાહની ગેરહાજરીમાં રાંચી ટેસ્ટમાં આકાશ દીપે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટના કારણે રાંચી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. આકાશે તેને અત્યાર સુધી મળેલી તકનો સારો ઉપયોગ કર્યો છે.
Say hello to #TeamIndia newest Test debutant - Akash Deep 👋
— BCCI (@BCCI) February 23, 2024
A moment to cherish for him as he receives his Test cap from Head Coach Rahul Dravid 👏 👏
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/P8A0L5RpPM