શોધખોળ કરો
Advertisement
ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ જાહેર, જાણો કયા સ્ટાર ખેલાડીની થઇ વાપસી
આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ઇંગ્લેન્ડ ભારત સામે ત્રીજી ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે આ ટીમમાં સ્ટાર બેટ્સમેન જૉની બેયર્સ્ટૉની વાપસી થઇ છે, જ્યારે મોઇન અલીની છુટ્ટી કરવામાં આવી છે
નવી દિલ્હીઃ બીજી ટેસ્ટમાં હાર મળ્યા બાદ ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ જીતવા માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ઇંગ્લેન્ડ ભારત સામે ત્રીજી ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે આ ટીમમાં સ્ટાર બેટ્સમેન જૉની બેયર્સ્ટૉની વાપસી થઇ છે, જ્યારે મોઇન અલીની છુટ્ટી કરવામાં આવી છે.
બેયર્સ્ટૉની વાપસી.....
પહેલી બે ટેસ્ટમાંથી બહાર રહેનારા જૉની બેયરર્સ્ટોની ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં વાપસી થઇ છે. બેયરર્સ્ટો શ્રીલંકા સામેની સીરીઝ બાદ ઇંગ્લેન્ડ ચાલ્યો ગયો હતો. બેયરર્સ્ટો લૉરેન્સની જગ્યાએ ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. જોકે ઇંગ્લેન્ડ પહેલાથી જ સ્પષ્ટતા કરી ચૂક્યુ હતુ કે બાકીની બન્ને મેચોમાં વિકેટકીપરની ભૂમિકા બેન ફૉક્સ જ નિભાવશે.
ટીમમાં ત્રીજી ટેસ્ટ માટે સેમ કુરેન, માર્ક વુડ અને જેક ક્રાઉલીની પણ વાપસી થઇ છે. કુરેન અને માર્ક વુડને પહેલી બે ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. ક્રાઉલી સીરીઝની શરૂઆત પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો પરંતુ હવે તે પુરેપુરી રીતે ફિટ છે, અને ત્રીજી ટેસ્ટમાં રમવાની સંભાવના છે.
ઇંગ્લેન્ડની ટીમ આ પ્રકાર છે....
જૉ રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જૉની બેયર્સ્ટો, ડૉમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રૉરી બર્ન્સ, જેક ક્રાઉલી, બેન ફૉક્સ (વિકેટકીપર), લૉરેન્સ, જેક લીચ, ઓલી પૉપ, ડૉમ સિલ્બે, બેન સ્ટૉક્સ (ઉપ કેપ્ટન), ઓલી સ્ટૉન, ક્રિસ વૉક્સ, માર્ક વુડ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement