શોધખોળ કરો

IND Vs ENG: ચોથી રાંચી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ, પ્લેઇંગ-11માં ધાકડ બૉલરની થશે એન્ટ્રી

ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી રાંચી નહીં જાય. જસપ્રીત બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે

IND Vs ENG: રાજકોટમાં ઈંગ્લેન્ડને કારમી હાર આપ્યા બાદ ટીમ ઈન્ડિયાએ જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે. રાંચીમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમાર અથવા અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. જો કે જસપ્રીત બુમરાહ ધર્મશાળામાં રમાનારી સીરીઝની છેલ્લી મેચમાં ટીમમાં વાપસી કરશે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા હાલમાં પાંચ મેચની સીરીઝમાં 2-1થી આગળ છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી રાંચી નહીં જાય. જસપ્રીત બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે. જોકે, જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ખેલાડીને રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે નહીં. જસપ્રીત બુમરાહના વર્કલોડને મેનેજ કરવા માટે ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં 80.5 ઓવર ફેંકી છે. જો કે, બુમરાહ આ શ્રેણીમાં ભારતનો સૌથી સફળ બોલર પણ છે અને તેણે 17 વિકેટ લીધી છે.

મુકેશ કુમાર ટીમની સાથે જોડાશે 
પરંતુ આ સીરીઝ પહેલા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સીરીઝની તમામ 5 ટેસ્ટ મેચ નહીં રમે. મોહમ્મદ સિરાજને સીરીઝની બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને તે રાજકોટ પરત ફર્યો હતો. મુકેશ કુમારને બીજી ટેસ્ટ બાદ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુકેશ કુમાર રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરશે. જસપ્રિત બુમરાહના સ્થાને મુકેશ કુમાર પ્લેઈંગ 11નો ભાગ બને તેવી શક્યતા વધુ છે. મુકેશ કુમાર ના રમવાના કિસ્સામાં ટીમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલનું ખેલ નિશ્ચિત છે.

રાજકોટ ટેસ્ટ જીતતાં જ ટીમ ઈન્ડિયાએ WTC પોઈન્ટ ટેબલમાં માર્યો કુદકો, ઈંગ્લેન્ડની હાલત ખરાબ

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. રવિવારે રાજકોટમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. હવે ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

WTC 2023-25 ​​પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને છે. કિવી ટીમના ખાતામાં 75 PCT છે. ભારતીય ટીમ અહીં 59.52 PCT સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. કાંગારૂ ટીમ પાસે 55 પીસીટી છે. આ હાર બાદ ઈંગ્લેન્ડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. તેના ખાતામાં માત્ર 21.87 PCT  છે. રાજકોટ ટેસ્ટમાં પણ સ્લો ઓવર રેટના કારણે ઈંગ્લેન્ડને WTC પોઈન્ટનું મોટું નુકસાન થયું હતું. તેને 19 પોઈન્ટનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ભારતીય ટીમ WTCના વર્તમાન ચક્રમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. જેમાંથી ચારમાં તેણે જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની એક મેચ ડ્રો રહી છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી તેની WTC સફરની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ તે બે મેચની શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે.

રાજકોટ ટેસ્ટમાં શાનદાર જીત
ભારતીય ટીમે રાજકોટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજા 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કર્યો હતો. તેણે આ મેચમાં 112 રનની ઇનિંગ પણ રમી હતી અને કુલ 7 વિકેટ પણ લીધી હતી. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી, જ્યારે યશસ્વીએ ત્રીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે ભારતની બંને ઇનિંગ્સમાં ઝડપી અડધી સદી ફટકારી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget