શોધખોળ કરો

IND vs ENG: પંડ્યા- પંતના નામે નોંધાયો પાર્ટનરશિપનો ખાસ રેકોર્ડ, જાણો 

ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે.

Rishabh Pant Hardik Pandya Record England vs India 3rd ODI Old Trafford, Manchester: ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. ઋષભ પંતે માન્ચેસ્ટરમાં રમાયેલી ત્રીજી વનડેમાં અણનમ સદી ફટકારી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે સદીની ભાગીદારી હતી. આ ભાગીદારીના કારણે બંનેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો.

ભારત માટે ઈંગ્લેન્ડમાં પાંચમી વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીના મામલે પંત અને પંડ્યાની જોડી ચોથા સ્થાને આવી ગઈ છે. આ બંને વચ્ચે 133 રનની ભાગીદારી થઈ હતી. આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની જોડી પહેલા સ્થાન પર છે. વર્ષ 2011માં બંને ખેલાડીઓ વચ્ચે 169 રનની ભાગીદારી નોંધાઈ હતી. જ્યારે આ પછી બંનેએ 2014માં 144 રનની ભાગીદારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે આ મેચમાં રિષભ પંતે 113 બોલમાં અણનમ 125 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે પંડ્યાએ 55 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા સામેલ હતા. ભારતે આ મેચ 42.1 ઓવરમાં જીતી લીધી હતી.

ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે જોરદાર સદી ફટકારી હતી. બીજી તરફ હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું.

ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શિખર ધવન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ 17 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે 28 બોલનો સામનો કર્યો અને એક ફોરની મદદથી 16 રન બનાવ્યા.

ઈંગ્લેન્ડમાં ભારત માટે 5મી વિકેટ માટે સૌથી વધુ ODI ભાગીદારી -

169 - ધોની/રૈના (2011)
144 - ધોની/રૈના (2014)
141 - એ જાડેજા/આર સિંહ (1999)
133 - હાર્દિક/પંત (2022)*

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget