(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ બે ટેસ્ટમાં નહીં રમે પૃથ્વી શો અને સૂર્યકુમાર, જાણો શું છે કારણ
ભારત અને શ્રીલંકાની વચ્ચ લિમિટેડ ઓવર સીરીઝની અંતિમ મેચ 29 જુલાઈના રોજ રમાશે. આ મેચ બાદ જ સૂર્યકુમાર અને પૃથ્વી શો ઇંગેલન્ડ માટે રવાના થશે.
IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની મુશ્કીલો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભારતના ત્રણ ખેલાડી ઇજાગ્રસ્ત થઈને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય ક્રયો છે. પરંતુ પ્રથમ બે ટેસ્ટમાં પૃથ્વી શો (prithvi shaw) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ટીમ સાથે જોડાઈ નહીં શકે એવું લાગી રહ્યું છે.
પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે. ભારત અને શ્રીલંકાની વચ્ચ લિમિટેડ ઓવર સીરીઝની અંતિમ મેચ 29 જુલાઈના રોજ રમાશે. આ મેચ બાદ જ સૂર્યકુમાર અને પૃથ્વી શો ઇંગેલન્ડ માટે રવાના થશે.
પરંતુ ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસને કારણે કડક પ્રોટોકોલ લાગુ છે. સૂર્યકુમાર અને પૃથ્વી શોને ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ કોરેન્ટાઈન રહેવું પડશે. જોકે શ્રીલંકામાં ભારતીય ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. માટે ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા શ્રીલંકામાં પણ આ ખેલાડીઓએ એક સપ્તાહ સુધી કોરેન્ટાઈન રહેવું પડી શકે છે.
કોરેન્ટાઈન પીરિયડને કારણે મુશ્કેલી
આવી સ્થિતિમાં પ્રથમ બે ટેસ્ટ માટે સૂર્યકુમાર યાદવ અને વૃથ્વી શોનું ટીમમાં જોડાવવું શક્ય નથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 14 ઓગસ્ટથી સરૂ થશે. ત્યાં સુધી એ ખેલાડીઓનો કોરેન્ટાઈન પીરિયન પૂરો નહીં થાય.
પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને કોરેન્ટાઈન પીરિયડ બાદ નેટ પ્રેક્ટિસ માટે પણ સમય જોઈશે.જો શ્રીલંકામાં પણ બન્ને ખેલાડીઓને આઈસોલેટ રહેવું પડશે તો ત્રીજી ટેસ્ટમાં પણ તેમનું રમવાની શક્યતા પણ ઓછી થઈ જશે.
જણાવીએ કે અભિમન્યુ ઈશ્વરનને ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલના રિપ્લેસમેન્ટ તરીકે ટીમની સાથે મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત અંજિક્ય રહાણેને પણ નેટ પ્રેટ્કિસ શરૂ કરી દીધી છે અને ટીમ મેનેજમેન્ટને પ્રથમ ટેસ્ટમાં જ તેના રમવાની આશા છે.