શોધખોળ કરો

ભારત-ઇંગ્લેન્ડ મેચના ટાઇમિંગને લઇને તકરાર, જાણો કોને પડ્યો વાંધો ને કોણ થયુ નારાજ....

આ ટાઇમિંગને લઇને કહેવાઇ રહ્યું છે કે, બ્રૉડકાસ્ટર, બીસીસીઆઇ અને ભારતીય ક્રિકેટ ફેન્સ ઉપરાંત જાહેરખબર આપનારા ખુશ નથી

Southampton T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે એટલે કે ગુરુવારે ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ સાઉથેમ્પ્ટનમાં (Southampton) રમાશે. જોકે હવે રિપોર્ટ છે કે મેચના ટાઇમિંગને લઇને વિવાદ થયો છે.આ સીરીઝની મેચો રાત્રે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગ્યાથી શરૂ થવાની છે. 

આ ટાઇમિંગને લઇને કહેવાઇ રહ્યું છે કે, બ્રૉડકાસ્ટર, બીસીસીઆઇ અને ભારતીય ક્રિકેટ ફેન્સ ઉપરાંત જાહેરખબર આપનારા ખુશ નથી, ભારતીય સમયાનુસાર રાત્રીની મેચોનો લઇને બીસીસીઆઇ અને બ્રૉડકાસ્ટરોને વાંધો પડ્યો છે, અને એડ આપનારા પણ નારાજ છે.

બદલાઇ ગઇ રોહિત શર્માની આખી ટીમ -
ભારત માટે એક સારા સમાચાર એ છે કે કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મેદાન પર વાપસી કરી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થયા બાદ હવે ટી20 રમવા માટે ફિટ છે. પરંતુ આ બધાની વચ્ચે ખરાબ સમાચાર એ પણ છે કે રોહિતની આખી ટીમ બદલાઇ ગઇ છે, કેમ કે ટેસ્ટ મેચ રમનારા વિરાટ, પંત, બુમરાહ જેવા દિગ્ગજોને આરામ આપવામાં આવ્યો છે, આ દિગ્ગજો ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20માં નહીં રમે. આવામાં રોહિતને આખે આખી નવી પ્લેઇંગ ઇલેવન લઇને ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરવુ પડશે.

બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ટીમ ઇન્ડિયા -
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સંજૂ સૈમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, અવેશ ખાન

ઇગ્લેન્ડ ટીમ- 
જોસ બટલર (કેપ્ટન), જેસન રોય, ડેવિડ મલાન, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, સેમ કુરન,  ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રીસ ટોપલી, ટાઇમલ મિલ્સ, મેથ્યૂ પાર્કિસન

પિચ રિપોર્ટ -
સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ, સાઉથમ્પટન મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 ટી20 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનારી ટીમે 4 મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 168 અને બીજી ઈનિંગનો 143 રન છે. અહીંની પીચ બેટિંગ માટે યોગ્ય છે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બેટિંગ કરીને નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં વિપક્ષી ટીમ પર મોટો સ્કોર બનાવીને દબાણ બનાવી શકાય છે.

હવામાન સ્થિતિ -
ગુરુવારે સાઉથમ્પટનમાં વરસાદની શક્યતા ઓછી છે. વેધર વેબસાઈટ એક્યુવેધરના રિપોર્ટ અનુસાર 7 જુલાઈના રોજ 46 ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. 39 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 24 °C અને લઘુત્તમ તાપમાન 12 °C રહેશે. સાંજે હળવા વાદળો રહેશે.

ભારતનું પલ્લું ભારેઃ
ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે અત્યાર સુધી 19 ટી20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10 અને ઈંગ્લેન્ડે 9 મેચ જીતી છે. ભારતની બહાર બંને ટીમો વચ્ચે 6 T20 મેચ રમી છે જેમાંથી ભારતે 2 અને ઈંગ્લેન્ડે 4 મેચ જીતી છે. ભારતે ઈંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ દ્વિપક્ષીય ટી20 સિરીઝ જીતી છે. ભારતે 2017માં 2-1થી, 2018માં 2-1થી અને 2021માં 3-2થી સીરીઝ જીતી હતી.

એજબેસ્ટૉન ટેસ્ટમાં ભારતને મળી કારમી હાર -
એજબેસ્ટૉન ટેસ્ટમાં (Edgbaston Test) ભારતીય ટીમ (Indian Team)ને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ઇંગ્લેન્ડ (England) ની સામે જીત માટે 378 રનોનુ વિશાળ લક્ષ્ય મુખ્યુ હતુ, જૉ રૂટ (Joe Root) અને જૉન બેયરર્સ્ટૉ (Jonny Bairstow)ની શતકીય ઇનિંગના કારણે યજમાન ટીમે 3 વિકેટ ગુમાવીને આસાનીથી ટેસ્ટ મેચ જીતી લીધી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયોRajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ કરશે રજુ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.