(Source: ECI/ABP News/ABP Majha)
ઈશાન કિશનને રમતો જોઈને ક્યા મહાન ખેલાડીને શરૂઆતના દિવસોનો ધોની યાદ આવી ગયો? યુવરાજે શું કર્યાં વખાણ?
ડેબ્યૂ મેચમાં ધમાલ કરનારા ઇશાન કિશનની ચારે બાજુ પ્રસંશા થઇ રહી છે. સાથી ખેલાડીઓની સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ ઇશાનની બેટિંગથી પ્રભાવિત થયા છે. તેમને ઇશાનની બેટિંગને ધોનીની યાદો સાથે સરખાવી દીધી હતી.
અમદાવાદઃ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની સીરીઝની બીજી 20 મેચ રમાઇ, આ મેચ યુવાઓના નામે રહી. ભારતીય ટીમ તરફથી બે યુવાઓ ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ડેબ્યૂ કર્યુ હતુ. પરંતુ બધાની નજર રોહિત અને ધવનની ગેરહાજરીમાં ઓપનિંગ આવીને ધમાલ મચાવનારા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન પર રહી હતી. ઇશાને મેચ વિનિંગ ફિફ્ટી ફટકારીને બધાનો ચોંકાવી દીધા. ઇશાને ઇંગ્લિશ બૉલરોની જબરદસ્ત ધૂલાઇ કરતાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ડેબ્યૂ મેચમાં ધમાલ કરનારા ઇશાન કિશનની ચારે બાજુ પ્રસંશા થઇ રહી છે. સાથી ખેલાડીઓની સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ ઇશાનની બેટિંગથી પ્રભાવિત થયા છે. તેમને ઇશાનની બેટિંગને ધોનીની યાદો સાથે સરખાવી દીધી હતી.
દિગ્ગજોએ શું કહ્યું....
સહેવાગે કહ્યું, ઝારખંડના કોઈ યુવાએ ઉપર બેટિંગ કરવા આવીને ધમાલ કરી હોય, આવું પહેલાં પણ થયું છે
યુવરાજ સિંહે કહ્યું- પોતાની રમત વિશે ખરેખર નિડર ઇશાન કિશન, આ એક યુવા વયે આઇપીએલ રમવાની સુંદરતા છે તે તમને એક માહોલ તૈયાર કરાવે છે, તમે રમો છો અને તમારી જાતને વ્યક્ત કરો છો. અને સ્કિપર પોતાના ખુદના કેટલાક ક્લાસ સાથે પાછો આવી ગયો છે @ ImVkohli #ENGvIND t20.
હરભજન સિંહે કહ્યું- યુવા શું રમી રહ્યો છે, યંગસ્ટર ખરેખરમાં આગળ એક મહાન ભવિષ્ય બનાવી રહ્યો છે. ઓલ ધ બેસ્ટ #specialtalent #INDvENG
કિશનની ડેબ્યુ પર ફિફટી
ઈશાન કિશને મળેલી તકનો ફાયદો ઉઠાવતા ડેબ્યુ પર શાનદાર ફિફટી મારી. તેણે 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 56 રન કર્યા. તે આદિલ રાશિદની બોલિંગમાં LBW થયો હતો. તેણે કપ્તાન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. તેમજ કિશન ડેબ્યુ T-20 મેચમાં ચાર સિક્સ મારનાર પ્રથમ ભારતીય પ્લેયર બન્યો છે.