શોધખોળ કરો

IND vs ENG, 5th Test: ટીમ ઈન્ડિયા 16 જૂને ઈંગ્લેન્ડ જવા થશે રવાના, દ્રવિડ સહિત આ ખેલાડીઓ નહીં જાય

IND vs ENG, 5th Test: ગયા વર્ષે રમાયેલી આ શ્રેણીને 4 ટેસ્ટ મેચ બાદ અટકાવી દેવામાં આવી હતી. કોવિડ-19ના વધતા ચેપને કારણે છેલ્લી ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી હતી.

IND vs ENG, 5th Test: ભારતીય ટેસ્ટ ટીમ ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની 5 મેચની T20 શ્રેણી દરમિયાન જ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ 16 જૂને ભારતથી ફ્લાઈટ પકડશે. જો કે, ટેસ્ટ ટીમમાં સામેલ કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને રિષભ પંત આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ સાથે રહેશે નહીં. આ ત્રણેય ખેલાડીઓ ત્રણ દિવસ પછી એટલે કે 19 જૂને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે રવાના થશે. કારણ કે આ ત્રણેય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 ટીમની ટીમનો પણ ભાગ છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી 19 જૂને સમાપ્ત થશે.

ટેસ્ટ બર્મિંગહામમાં રમાશે

બર્મિંગહામમાં 1 થી 5 જુલાઈ દરમિયાન ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં આયોજિત 5 મેચોની ટેસ્ટ શ્રેણીની આ છેલ્લી મેચ હશે. ગયા વર્ષે રમાયેલી આ શ્રેણીને 4 ટેસ્ટ મેચ બાદ અટકાવી દેવામાં આવી હતી. કોવિડ-19ના વધતા ચેપને કારણે છેલ્લી ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ટેસ્ટ રમવાની બાકી છે. હાલમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે.

ભારતની ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકિપર), કેએસ ભરત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4 મેચ બાદ ભારતની શું છે સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત પાંચ મેચનીશ્રેમીમાં 2-1થી આગળ થઈ ગયું હતું. ભારત ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીત્યું હતું. ઓવલમાં રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અંગ્રેજ ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ લીધી હતી. ભારત છેલ્લે આ મેદાન પર 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં જીત્યું હતું.

ભારતીય T20 ટીમ 23 જૂને આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે

જ્યારે ભારતીય ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટની તૈયારી માટે લેસ્ટરશાયર સામે વોર્મ-અપ મેચ (24-27 જૂન) રમશે. બીજી તરફ ભારતની T20 ટીમ આયર્લેન્ડના પ્રવાસે હશે. ભારતીય ટીમે 26 અને 28 જૂને આયર્લેન્ડ સામે બે T20 મેચ રમવાની છે. આ માટે ભારતીય T20 ટીમ 23 જૂને રવાના થશે. દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં આ ટીમમાં કેએલ રાહુલ, ઋષભ પંત અને શ્રેયસ અય્યરને સામેલ કરવામાં આવશે નહીં. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ આ શ્રેણીમાં ભારતીય ટીમ સાથે નહીં હોય. તે તમામ આ સમયગાળા દરમિયાન લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચનો ભાગ હશે. આવી સ્થિતિમાં વીવીએસ લક્ષ્મણ આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમને માર્ગદર્શન આપતા જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget