Test Cricket: માત્ર 22 વર્ષની ઉંમરે જ યશસ્વીને ઇતિહાસ રચવાનો મોકો, એક રનથી તૂટી જશે કોહલીનો આ મોટો રેકોર્ડ
યશસ્વી જાયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની ચાર મેચમાં 93.57ની સરેરાશથી 655 રન બનાવ્યા છે
Yashasvi Jaiswal: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ પ્રભાવિત કરનારા ભારતીય ખેલાડીનું નામ છે યશસ્વી જયસ્વાલ. આ સીરીઝમાં ઘણા રેકોર્ડ બનાવનાર 22 વર્ષીય યશસ્વી જાયસ્વાલ હવે ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટમાં કોહલીનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે.
તમે વિચારી રહ્યા હશો કે, આપણે આટલા આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકીએ કે યશસ્વી ધર્મશાલા ટેસ્ટમાં કિંગ કોહલીનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. વાસ્તવમાં, તેની પાછળનું કારણ એ છે કે આ કરવા માટે યશસ્વીએ માત્ર એક વધુ રન બનાવવો પડશે. જોકે ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે. ઘણી વખત ખેલાડીઓ બંને દાવમાં શૂન્ય પર આઉટ થઈ જાય છે, પરંતુ યશસ્વીના વર્તમાન ફોર્મને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે તે પાંચમી ટેસ્ટમાં વિરાટનો રેકોર્ડ તોડી નાખશે.
ખતરામાં છે વિરાટનો આ મોટો રેકોર્ડ
યશસ્વી જાયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની ચાર મેચમાં 93.57ની સરેરાશથી 655 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં જો તે ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટમાં એક રન બનાવશે તો તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે. કોહલીએ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરીઝમાં 655 રન બનાવ્યા હતા. હવે યશસ્વી એક રન બનાવતા જ તેનો રેકોર્ડ તોડી નાખશે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન -
1- વિરાટ કોહલી - 655 રન (2016)
2- યશસ્વી જાયસ્વાલ - 655 રન (2024)
3- રાહુલ દ્રવિડ - 602 રન (2002)
4- વિરાટ કોહલી - 593 રન (2018)
આવું કરનારો બીજો બેટ્સમેન પણ બની શકે છે યશસ્વી જાયસ્વાલ -
જો યશસ્વી જાયસ્વાલ ધર્મશાલા ટેસ્ટમાં 45 રન બનાવશે તો તે ટેસ્ટ સીરીઝ 700 રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન બની જશે. પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ બે વખત હાંસલ કરી છે. તેણે એકવાર 774 રન અને એકવાર 732 રન બનાવ્યા છે. જો કે, જાયસ્વાલ પાંચમી ટેસ્ટમાં 120 રન બનાવીને ગાવસ્કરના આ અતૂટ રેકોર્ડને પણ તોડી શકે છે.
ICC Rankings: રોહિત શર્માથી આગળ નીકળ્યો જાયસ્વાલ, જૉ રૂટને ફાયદો અને બાબર આઝમને નુકસાન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરીઝની ચોથી ટેસ્ટ બાદ ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આમાં ખાસ વાત એ છે કે, ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને ફરી ફાયદો થયો છે, તેણે પોતાના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, તે જલ્દી જ ટોપ 10માં પ્રવેશવાની અણી પર ઉભો છે. બીજીબાજુ પાકિસ્તાનના બાબર આઝમને નુકસાન થયું છે. ભારત સામે સદી ફટકારનાર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટને આ વખતે ફરી ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
યશસ્વી જાયસ્વાલ 12માં નંબર પર પહોંચ્યો
દરમિયાન, યશસ્વી જાયસ્વાલનું કમાલનું ફોર્મ યથાવત છે. તે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 12માં નંબર પર પહોંચી ગયો છે. આટલું જ નહીં તે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઋષભ પંતને પણ પછાડવામાં સફળ રહ્યો છે. અગાઉના રેન્કિંગમાં જાયસ્વાલ 699ના રેટિંગ સાથે 15મા સ્થાને હતા, હવે તેમનું રેટિંગ વધીને 727 થઈ ગયું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક સ્થાનના નુકસાન સાથે 13માં અને ઋષભ પંત 14માં સ્થાને છે. જો સિરીઝની છેલ્લી મેચમાં પણ યશસ્વી જાયસ્વાલનું બેટ કામ કરે છે તો તે ટોપ 10માં સ્થાન મેળવી શકે છે. હાલમાં તેનું રેટિંગ 727 છે અને નંબર ટેન બેટ્સમેનનું રેટિંગ 743 છે, એટલે કે રેટિંગમાં બહુ ફરક નથી. ધર્મશાલા મેદાન પર છેલ્લી મેચમાં જાયસ્વાલનું બેટ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું છે.