શોધખોળ કરો

IND VS ENG: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી

IND VS ENG: રવીન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 89 રન બનાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.

IND VS ENG: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે આજ સુધી કોઈ ખેલાડી કરી શક્યો નથી. ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટમાં 89 રનની જોરદાર ઇનિંગ રમ્યા બાદ, જાડેજાએ WTC માં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. જાડેજાએ તેની 41મી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચમાં આ સિદ્ધિ મેળવી અને આ સીમાચિહ્ન સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જાડેજાનું વર્ચસ્વ

ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં, જાડેજાએ 89 રન બનાવ્યા અને WTC માં 2000 રન અને 100 થી વધુ વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. રવિન્દ્ર જાડેજાના અત્યાર સુધીના આંકડા તેને ટેસ્ટ ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક બનાવે છે.

  • કુલ રન- 2000થી વધુ
  • કુલ વિકેટ- 132
  • સદી- 3
  • અર્ધ-સદી- 13
  • 5 વિકેટ- 6 વખત
  • 4 વિકેટ- 6વખત

આ આંકડાઓ સાથે, જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો સૌથી પ્રભાવશાળી ઓલરાઉન્ડર સાબિત થયો છે.

જાડેજા એજબેસ્ટનમાં ફરી ચમક્યો

એજબેસ્ટનનું મેદાન હંમેશા જાડેજા માટે ખાસ રહ્યું છે. 2022માં પણ, તેણે આ મેદાન પર સદી ફટકારી હતી અને ઋષભ પંત સાથે 222 રનની ભાગીદારી કરી હતી. આ વખતે તેણે ગિલ સાથે 203 રનની ભાગીદારી કરી છે.

ભારતીય ટીમની પહેલી ઇનિંગમાં 211 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી, ત્યારે જાડેજાએ શુભમન ગિલ સાથે કમાન સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી હતી અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. જાડેજાએ 89 રનની ધીરજવાન ઇનિંગ રમી અને ફરી એકવાર બતાવ્યું કે એજબેસ્ટન તેનું પ્રિય મેદાન છે. હવે જાડેજા પોતાની બોલિંગથી પણ પોતાનો જાદુ બતાવવાનો પ્રયાસ કરશે અને એજબેસ્ટનમાં ભારતને ઐતિહાસિક જીત અપાવશે.

શુભમન ગિલે પણ રચ્યો ઈતિહાસ

શુભમન ગિલે બર્મિંગહામ ટેસ્ટમાં 150 રન બનાવીને ઇતિહાસ રચ્યો છે. તે ઈંગ્લેન્ડ સામે તેની જ ધરતી પર 150 કે તેથી વધુ રન બનાવનાર માત્ર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આ શાનદાર સદીના આધારે, તે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 300 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તમને જણાવી દઈએ કે ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીનું નામ 'પટૌડી ટ્રોફી' થી બદલીને 'એન્ડરસન-તેંડુલકર' ટ્રોફી કરવામાં આવ્યું હતું.

શુભમન ગિલ હવે મોહમ્મદ અઝહરુદ્દીન પછી બીજા ભારતીય કેપ્ટન બન્યો છે જેમણે ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ઇનિંગ્સમાં 150 રનનો આંકડો પાર કર્યો છે. અઝહરુદ્દીને 1990માં આ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે 19932માં પોતાની પહેલી ટેસ્ટ રમી હતી. છેલ્લા 93 વર્ષમાં, ફક્ત 2 ભારતીય કેપ્ટન જ ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે 150 રનનો આંકડો સ્પર્શી શક્યા છે. શુભમન ગિલ પણ ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે 1,000 રન બનાવવાની નજીક પહોંચી ગયો છે. આ લેખ લખતી વખતે, ગિલે ઇંગ્લેન્ડ સામે 21 ટેસ્ટ ઇનિંગ્સમાં 900 થી વધુ રન બનાવ્યા છે.

ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સ્કોર બનાવનારા ભારતીય કેપ્ટન

મોહમ્મદ અઝહરુદ્દીન એ ખેલાડી છે જેણે ભારતીય કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. તેમણે 1990 માં ઇંગ્લેન્ડમાં 179 રન બનાવ્યા હતા. બર્મિંગહામમાં શુભમન ગિલની ઇનિંગ્સ હજુ પણ ચાલુ છે અને તે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનારા ભારતીય કેપ્ટનોની યાદીમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલીએ 2018 માં 149 રનની ઇનિંગ્સ રમી હતી. આ યાદીમાં મન્સૂર અલી ખાન પટૌડી ચોથા સ્થાને હતા, જેમણે 1967 માં 148 રનની ઇનિંગ્સ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
ઘરે બેઠા એક ક્લિકમાં બદલશે ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર, RTOના ધક્કા નહીં ખાવા પડે 
ઘરે બેઠા એક ક્લિકમાં બદલશે ડ્રાઈવિંગ લાઈસન્સમાં મોબાઈલ નંબર, RTOના ધક્કા નહીં ખાવા પડે 
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Embed widget