Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલ પાસે એકસાથે 4 બેટ્સમેનોને પાછળ છોડવાનો મોકો, ફક્ત બે સિક્સરની જરુર
Yashasvi Jaiswal: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બર્મિંગહામના મેદાન પર રમાશે. ભારતીય ટીમને પહેલી મેચમાં પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ ટીમ શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગઈ.

Yashasvi Jaiswal: છેલ્લા કેટલાક સમયમાં યશસ્વી જયસ્વાલને જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે સારું પ્રદર્શન કર્યું છે. તે કોચ અને કેપ્ટનની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. તે સારી લયમાં છે અને તેના બેટમાંથી રન પણ આવી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં તેણે જોરદાર સદી પણ ફટકારી હતી અને 101 રનની ઇનિંગ રમી હતી. હવે બીજી ટેસ્ટ મેચમાં પણ ટીમ મેનેજમેન્ટ તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે. યશસ્વી જયસ્વાલ આક્રમક અંદાજ માટે જાણીતો છે.
ચાર બેટ્સમેનોને પાછળ છોડી દેવાની સુવર્ણ તક
યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 40 સિક્સર ફટકારી ચૂક્યો છે. જો તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં બે સિક્સર ફટકારવામાં સફળ રહે છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના માર્ક વો, બાંગ્લાદેશના તમીમ ઇકબાલ, વેસ્ટ ઇન્ડીઝના ડેરેન બ્રાવો અને ન્યુઝીલેન્ડના કોલિન ડી ગ્રાન્ડહોમને પાછળ છોડી દેશે. આ ચારેય બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 41-41 સિક્સર ફટકારી છે. જયસ્વાલ જે ફોર્મમાં છે, તે બિલકુલ મુશ્કેલ લાગતું નથી.
📍 Edgbaston
— BCCI (@BCCI) June 27, 2025
Prep Begins 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/6JJ9gXmlDk
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ સદી ફટકારી છે
યશસ્વી જયસ્વાલે 2023 માં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. તેણે અત્યાર સુધી 20 ટેસ્ટ મેચોમાં કુલ 1903 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 10 અડધી સદી તેના બેટમાંથી આવી છે.
યશસ્વીનો ઇંગ્લેન્ડ સામે મજબૂત રેકોર્ડ છે
યશસ્વી જયસ્વાલનું ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે અને આ ટીમ સામે તેનું બેટ જોરથી બોલે છે. તેણે અત્યાર સુધી ઇંગ્લેન્ડ સામે 6 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં કુલ 817 રન બનાવ્યા છે. જેમાં બે બેવડી સદી પણ શામેલ છે.
ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમની ટેસ્ટ ટીમઃ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર,શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.




















