શોધખોળ કરો

IND vs IRE: ત્રીજી ટી20માં 3 બદલાવ સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, આ ખેલાડીનું ડેબ્યૂ નક્કી! 

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે એટલે કે બુધવાર 23 ઓગસ્ટના રોજ ડબલિનના ધ વિલેજ ખાતે રમાશે.

IND vs IRE 3rd T20, Team India Playing 11 :  ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે એટલે કે બુધવાર 23 ઓગસ્ટના રોજ ડબલિનના ધ વિલેજ ખાતે રમાશે. પ્રથમ બે T20 જીતનારી ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. જોકે, કેપ્ટન જસપ્રીત બુમરાહ ત્રીજી ટી20માં પ્લેઈંગ ઈલેવનમાં બેંચ પર બેઠેલા કેટલાક ખેલાડીઓને તક આપી શકે છે.

જીતેશ શર્માનું ડેબ્યુ નક્કી માનવામાં આવે છે

રિપોર્ટ અનુસાર, 29 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માને ત્રીજી T20માં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે. તે ટીમમાં સંજુ સેમસનનું સ્થાન લઈ શકે છે. આ સિવાય શાહબાઝ અહેમદને વોશિંગ્ટન સુંદરના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા અથવા અર્શદીપમાંથી કોઈ એકને આરામ આપીને મુકેશ કુમારને તક આપી શકાય છે.

ત્રીજી ટી-20માં બોલિંગ ડિપાર્ટમેન્ટ આવુ બની શકે છે

ત્રીજી ટી20 માટે ટીમમાં વોશિંગ્ટન સુંદરની જગ્યાએ લેફ્ટ આર્મ સ્પિનર ​​શાહબાઝ અહેમદને તક આપવામાં આવી શકે છે. શાહબાઝ બોલિંગની સાથે બેટિંગ પણ કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બોલિંગ કરનાર મુકેશ કુમાર પણ ત્રીજી ટી-20માં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. જો કે અવેશ ખાન પણ બેન્ચ પર બેઠો છે. હવે જોવાનું એ રહેશે કે તેને પણ તક આપવામાં આવે છે કે નહીં.

ત્રીજી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, જીતેશ શર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમાર.

આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા - યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, શાહબાઝ અહેમદ , જીતેશ શર્મા અને અવેશ ખાન.  

 ભારતે 3 T20 શ્રેણીની બીજી મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું હતું.આ રીતે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે. આયર્લેન્ડને મેચ જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ યજમાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
Embed widget