શોધખોળ કરો

Ind vs NZ, 1st Test Day 3 Stumps: ભારતની કુલ લીડ 63 રન, 9 વિકેટ હાથમાં, ન્યૂઝીલેન્ડ 296 રનમાં ઓલઆઉટ, અક્ષર પટેલની 5 વિકેટ

IND vs NZ, 1st Test, Green Park: કેએસ ભરતે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એકપણ મેચ રમી નથી. તે ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે. કાનપુર ટેસ્ટમાં ભરત રિદ્ધિમાન સાહાના સ્થાને અવેજી તરીકે વિકેટકીપિંગ કરી રહ્યો હતો

IND vs NZ, 1st Test, Green Park: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે 1 વિકેટ ગુમાવી 14 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 9 અને મયંક અગ્રવાલ 4 રને રમતમાં હતા. ગિલ 1 રન બનાવી જેમિસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ સાથે જેમિસને ટેસ્ટમાં 50મી વિકેટ ઝડપી હતી. તે ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બન્યો હતો. જેમિસને 9મી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. તેની પહેલા શેન બોન્ડે 12 ટેસ્ટમાં 50 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 2 જાડેજા, અશ્વિન અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

ટોમ લાથમે બનાવ્યો આ રેકોર્ડ

ટોમ લાથમ ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સ્ટંપ આઉટ થનારો માત્ર બીજો ક્રિકેટર બન્યો હતો. 1991-92માં ક્રાઇસ્ટચર્ચમાં જ્હોન રાઇટ 99 રને સ્ટંપ આઉટ થયા હતા. જે બાદ આજે કાનપુર ટેસ્ટમાં ટોમ લાથમ 95 રને સ્ટંપ આઉટ થયો હતો.

કેએસ ભરતે બનાવ્યો ખાસ રેકોર્ડ

કેએસ ભરતે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એકપણ મેચ રમી નથી. તે ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે. કાનપુર ટેસ્ટમાં ભરત રિદ્ધિમાન સાહાના સ્થાને અવેજી તરીકે વિકેટકીપિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની ઓવર આવી અને તેણે કિવિ ઓપનર વિલ યંગને વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ આઉટ કરાવ્યો. આ સફળતામાં ભરતનું યોગદાન મહત્ત્વનું છે.  આવી સ્થિતિમાં ભરત એક પણ મેચ રમ્યા વિના ભારતીય ટીમ માટે વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે. આ બાદ પણ ભરતે વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે સદી તરફ આગળ વધી રહેલા ટોમ લાથમને 95 રને સ્ટંપ આઉટ કર્યો હતો. ટેસ્ટ ડેબ્યૂ કર્યુ ન હોય અને સ્ટંપ આઉટ કર્યો હોય તેવો તે વિશ્વનો માત્ર ત્રીજો અને પ્રથમ ભારતીય વિકેટકિપર બન્યો હતો. 1909-101માં ડર્બનમાં ટીપ સન્કૂ નેવીલે ટર્ફનેલ સામે આ રીતે આઉટ થનારા પ્રથમ ક્રિકેટર હતા. જે બાદ 1964-65માં લાહોરમાં પાકિસ્તાની બેટ્સમેન પરવેઝ સજ્જાદ બેવન કોંગડોનના હાથે સ્ટંપ આઉટ થનારા પ્રથમ ખેલાડી હતા. આ પછી 55 વર્ષ બાદ ટોમ લાથમ અવેજી તરીકે વિકેટકીપિંગ કરતાં કેએસ ભરતના હાથે આઉટ થનારો ત્રીજો ખેલાડી બન્યો હતો.

બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો દબદબો

ન્યૂઝીલેન્ડનાં યંગ (૭૫ રન, ૧૮૦ બોલ, ૧૨  ચોગ્ગા) અને લાથમે (૫૦ રન, ૧૬૫ બોલ, ચાર ચોગ્ગા) પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે  ૧૨૯ રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારત ગઈકાલના ૪ વિકેટે ૨૫૮ રનથી આગળ રમતા ધાર્યા પ્રમાણેનો મોટો સ્કોર મોટો સ્કોર બનાવે તેમ લાગતું હતું પણ પ્રથમ ઇનિંગમાં ૩૪૫ રને ઓલ આઉટ થયું હતું. એટલેકે  બીજા દિવસે ભારતે વધુ ૮૭ રન જ ઉમેરી છ વિકેટ ગુમાવી હતી. ભારત માટે શ્રેયસ ઐયરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતા સદી ફટકારી  હતી.

પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવાર બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 50 અને ડેબ્યૂમેન શ્રેયસ અય્યર 75 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 અને સાઉથીએ 1 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ

ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ

ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે

ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget