શોધખોળ કરો

IND vs NZ, 1st Test: 50 વર્ષ બાદ ભારતીય બેટ્સમેને બનાવ્યો આ રેકોર્ડ, ગાવસ્કરની ક્લબમાં સામેલ થયો અય્યર

IND vs NZ, 1st Test, Kanpur: શ્રેયસ અય્યર ટેસ્ટ ડેબ્યૂ પ્રવેશ વખતે બંને ઈનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવનારો ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે. 50 વર્ષ બાદ ભારતીય બેટ્સમેને આ કારનામું કર્યુ છે.

IND vs NZ, 1st Test, Day 4: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. ભારતે ચોથા દિવસે બીજી ઈનિંગમાં 7 વિકેટના નુકસાન પર 167 રન બનાવી લીધા છે. શ્રેયસ અય્યર 65 રન બનાવી આઉટ થયો હતો. સાહા 21 રને રમતમાં છે. શ્રેયસ અય્યરે ફિફ્ટી પૂરી કરવાની સાથે જ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રથમ ઈનિંગમાં સદી મારવાની સાથે તે ટેસ્ટ ડેબ્યૂમાં આ રેકોર્ડ બનાવનારો 16મો ખેલાડી બન્યો હતો.

સુનીલ ગાવસ્કરની કલબમાં સામેલ થયો અય્યર

શ્રેયસ અય્યર ટેસ્ટ ડેબ્યૂ પ્રવેશ વખતે બંને ઈનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે 1933-34માં દિલાવર હુસૈને કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે 59 અને 57 રન બનાવ્યા હતા. જે બાદ 1970-71માં સુનીલ ગાવસ્કરે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 65 અને 67 નોટ આઉટ રનની ઈનિંગ રમી હતી. 2021-22માં ન્યૂઝીલેન્ડ સામે કાનપુરમાં અય્યરે પ્રથમ ઈનિંગમાં 105 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં 65 રનેર બનાવ્યા હતા.

અય્યરે આ રોર્ડ પણ બનાવ્યો

અય્યર ભારત તરથી ટેસ્ટ ડેબ્યૂ વખતે સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી બન્યો હતો. ક્રિકબઝ પ્રમાણે 2012-13માં શિખર ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રન, 2013-14માં રોહિત શર્માએ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન, 2021-22માં શ્રેયસ અય્યરે કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે 170 રન અને 1933-34માં લાલા અમરનાથે મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે 156 રન બનાવ્યા હતા.

ગુજરાતી અક્ષર પટેલે ભારતનો કોઈ બોલર નથી કર્યો એ પરાક્રમ કરી બતાવ્યું, વિશ્વમાં બીજા નંબરે.....

ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 49 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 2 જાડેજા, અશ્વિન અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

અક્ષર પટેલે 5 વિકેટ લેવાની સાથે જ પોતાના નામે એક રેકોર્ડ કર્યો હતો. અક્ષર પટેલે કારકિર્દીની ચોથી ટેસ્ટમાં સૌથી વધુ વખત 4 વિકેટ ઝડપવામાં બીજા ક્રમે છે. કરિયરની શરૂઆતમાં તેના જેવું પરાક્રમ બીજો કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી. ચાર્લી ટર્નરે પ્રથમ 4 ટેસ્ટમાં 6 વખત પાંચ વિકેટ ઝડપી હતી.

ટર્નરે 1987-88માં કરિયરની પ્રથમ 4 ટેસ્ટમાં છ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જે રેકોર્ડ આજે પણ અતૂટ છે. પછી ઈંગ્લેન્ડના ટોમ રિચર્ડસન અને ઓસ્ટ્રેલિયાના રોડની હોગ સ્થાન ધરાવે છે. જેમણે કારકિર્દીની પ્રથમ ચાર ટેસ્ટમાં પાંચ વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી.

અશ્વિને કયા પાકિસ્તાની ખેલાડીનો તોડ્યો રેકોર્ડ

આ દરમિયાન અશ્વિને જેમિસનની વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. તેણે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર વસીમ અક્રમને પાછળ રાખ્યો હતો. અશ્વિને 80મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 14માં નંબર પર પહોંચી ગયો છે. આજની ઈનિંગમાં 3 વિકેટની સાથે અશ્વિવનની ટેસ્ટમાં 416 વિકેટ થઈ ગઈ છે અને બે વિકેટ લેવાની સાથે જ હરભજનનો રેકોર્ડ તોડી નાંખશે. અશ્વિને 80 મેચમાં 416 વિકેટ લીધી છે, જ્યારે વસીમ અકરમે 104 મેચમાં 414 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લેવાનું કારનામું કરી ચુક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget