IND vs NZ 1st Test: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ હજુ તો ડેબ્યૂ કર્યુ નથી ત્યાં જ બનાવી દીધો મોટો રેકોર્ડ, બન્યો વિશ્વનો માત્ર ત્રીજો ક્રિકેટર
IND vs NZ Kanpur Test: ભરત એક પણ મેચ રમ્યા વિના ભારતીય ટીમ માટે વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે.
IND vs NZ Test: ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુર ટેસ્ટમાં એવો ચમત્કાર થયો, જેનાથી ફેન્સમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 150 રન બનાવ્યા હતા. ત્યારબાદ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ઓવર આવી અને તેણે કિવિ ઓપનર વિલ યંગને વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ આઉટ કરાવ્યો. આ સફળતામાં ભરતનું યોગદાન મહત્ત્વનું છે.
કેએસ ભરતે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એકપણ મેચ રમી નથી. તેઓ ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે. કાનપુર ટેસ્ટમાં ભરત રિદ્ધિમાન સાહાના સ્થાને અવેજી તરીકે વિકેટકીપિંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં ભરત એક પણ મેચ રમ્યા વિના ભારતીય ટીમ માટે વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે.
ભરત બન્યો પ્રથમ ભારતીય વિકેટ કિપર
આ બાદ પણ ભરતે વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે સદી તરફ આગળ વધી રહેલા ટોમ લાથમને 95 રને સ્ટંપ આઉટ કર્યો હતો. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ ન હોય અને સ્ટંપ આઉટ કર્યો હોય તેવો તે વિશ્વનો માત્ર ત્રીજો અને પ્રથમ ભારતીય વિકેટકિપર બન્યો હતો.
56 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ
1909-101માં ડર્બનમાં ટીપ સન્કૂ નેવીલે ટર્ફનેલ સામે આ રીતે આઉટ થનારા પ્રથમ ક્રિકેટર હતા. જે બાદ 1964-65માં લાહોરમાં પાકિસ્તાની બેટ્સમેન પરવેઝ સજ્જાદ બેવન કોંગડોનના હાથે સ્ટંપ આઉટ થનારા પ્રથમ ખેલાડી હતી. આ પછી 556વર્ષ બાદ ટોમ લાથમ અવેજી તરીકે વિકેટકીપિંગ કરતાં કેએસ ભરતના હાથે આઉટ થનારો ત્રીજો ખેલાડી બન્યો હતો.
ટોમ લાથમે બનાવ્યો આ અણગમતો રેકોર્ડ
ટોમ લાથમ ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સ્ટંપ આઉટ થનારો માત્ર બીજો ક્રિકેટર બન્યો હતો. 1991-92માં ક્રાઇસ્ટચર્ચમાં જ્હોન રાઇટ 99 રને સ્ટંપ આઉટ થયા હતા. જે બાદ આજે કાનપુર ટેસ્ટમાં ટોમ લાથમ 95 રને સ્ટંપ આઉટ થયો હતો.