IND vs NZ, 1st Test: ગુજરાતી અક્ષર પટેલે ભારતનો કોઈ બોલર નથી કર્યો એ પરાક્રમ કરી બતાવ્યું, વિશ્વમાં બીજા નંબરે.....
IND vs NZ, 1st Test, Kanpur: ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 3 ,જાડેજા અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
IND vs NZ, 1st Test: ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 49 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 3, જાડેજા,અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલે 5 વિકેટ લેવાની સાથે જ પોતાના નામે એક રેકોર્ડ કર્યો હતો. અક્ષર પટેલે કારકિર્દીની ચોથી ટેસ્ટમાં સૌથી વધુ વખત 4 વિકેટ ઝડપવામાં બીજા ક્રમે છે. કરિયરની શરૂઆતમાં તેના જેવું પરાક્રમ બીજો કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી. ચાર્લી ટર્નરે પ્રથમ 4 ટેસ્ટમાં 6 વખત પાંચ વિકેટ ઝડપી હતી.
ટર્નરે 1987-88માં કરિયરની પ્રથમ 4 ટેસ્ટમાં છ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જે રેકોર્ડ આજે પણ અતૂટ છે. પછી ઈંગ્લેન્ડના ટોમ રિચર્ડસન અને ઓસ્ટ્રેલિયાના રોડની હોગ સ્થાન ધરાવે છે. જેમણે કારકિર્દીની પ્રથમ ચાર ટેસ્ટમાં પાંચ વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી.
Fifth five-wicket haul in only his fourth Test!
— ICC (@ICC) November 27, 2021
Terrific performance by Axar Patel against New Zealand 🔥#WTC23 | #INDvNZ pic.twitter.com/dybNBI8nJ9
અશ્વિને કયા પાકિસ્તાની ખેલાડીનો તોડ્યો રેકોર્ડ
આ દરમિયાન અશ્વિને જેમિસનની વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. તેણે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર વસીમ અક્રમને પાછળ રાખ્યો હતો. અશ્વિને 80મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 14માં નંબર પર પહોંચી ગયો છે. આજની ઈનિંગમાં 3 વિકેટની સાથે અશ્વિવનની ટેસ્ટમાં 416 વિકેટ થઈ ગઈ છે અને બે વિકેટ લેવાની સાથે જ હરભજનનો રેકોર્ડ તોડી નાંખશે. અશ્વિને 80 મેચમાં 416 વિકેટ લીધી છે, જ્યારે વસીમ અકરમે 104 મેચમાં 414 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લેવાનું કારનામું કરી ચુક્યો છે.