IND vs NZ 1st Test: શ્રેયસ અય્યરને ભારતના કયા મહાન ક્રિકેટરે આપી ટેસ્ટ કેપ ? જુઓ વીડિયો
IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે.
IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ટીમ ઈન્ડિયામાં શ્રેયસ અય્યરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. મેચ પહેલા તેને ભારતના મહાન ક્રિકેટર અને પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે ટેસ્ટ કેપ આપી હતી. ટેસ્ટે કેપ લીધા બાદ શ્રેયસ બધા ખેલાડીઓને ગળે મળ્યો હતો.
ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત
ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ
ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છેઃ ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચીન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે
🎥 A moment to cherish for @ShreyasIyer15 as he receives his #TeamIndia Test cap from Sunil Gavaskar - one of the best to have ever graced the game. 👏 👏#INDvNZ @Paytm pic.twitter.com/kPwVKNOkfu
— BCCI (@BCCI) November 25, 2021
'સ્પિનરોએ રમવા માટે અલગ અભિગમ અપનાવવો પડશે'
કેન વિલિયમસનનું માનવું છે કે તેની ટીમે ભારતીય સ્પિનરોને રમવા માટે અલગ અભિગમ અપનાવવાની જરૂર છે. તેણે વધુમાં કહ્યું કે ગુરુવારે પ્રથમ ટેસ્ટ મેચને લઈને કેમ્પમાં ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લે 2016માં ટેસ્ટ શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી અશ્વિન (27 વિકેટ) અને જાડેજા (14 વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે કિવિઓએ શ્રેણી 3-0થી ગુમાવી દીધી હતી.
વિલિયમસને કહ્યું કે અમે ભારતીય સ્પિન બોલરોની શક્તિ જાણીએ છીએ અને તેમણે લાંબા સમયથી અહીં શાનદાર બોલિંગ કરી છે. અમારા માટે અલગ રીતે રમવું વધુ સારું રહેશે. ઉપરાંત, સ્કોર કરવા અને ભાગીદારી બનાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વિલિયમસને કહ્યું કે દરેક ખેલાડી અલગ-અલગ હોય છે, તેથી તેમની પદ્ધતિઓ એકબીજાથી થોડી અલગ હશે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે કેટલાક પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરવો અને શક્ય તેટલી તૈયારી કરવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે અમે તેમને રમવા જઈ રહ્યા છીએ.