IND vs NZ, 1st Test: પ્રથમ ટેસ્ટમાં આ ખેલાડી કરશે ડેબ્યૂ, કેપ્ટન રહાણેએ કરી પુષ્ટિ
IND vs NZ Kanpur Test પ્રથમ ટેસ્ટમાં ભારતના કેપ્ટન અજિંક્ય રહાણે માટે ટીમ કોમ્બિનેશન મોટો પ્રશ્ન બનશે. ભારત બે ફાસ્ટર કે ત્રણ સ્પિનરના કોમ્બીનેશન સાથે ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.
IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બે ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થઈ રહી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બ્રેક લીધો છે ત્યારે ભારતની કેપ્ટન્સી રહાણે સંભાળશે અને પૂજારા વાઈસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા અને હવે રાહુલ પણ ૨૫ નવેમ્બરથી કાનપુરમાં શરૃ થઈ રહેલી ટેસ્ટમાં નહીં હોય ત્યારે બેટિંગ વિભાગમાં રહાણે અને પૂજારાની વિશેષ જવાબદારી રહેશે. પ્રથમ ટેસ્ટમાં ભારતના કેપ્ટન અજિંક્ય રહાણે માટે ટીમ કોમ્બિનેશન મોટો પ્રશ્ન બનશે. ભારત બે ફાસ્ટર કે ત્રણ સ્પિનરના કોમ્બીનેશન સાથે ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.
કોણ કરશે ડેબ્યૂ
મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં અજિંક્ય રહાણેએ કહ્યું શ્રેયસ અય્યર ડેબ્યૂ કરશે. શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં 22 વન ડેમાં 813 રન અને 32 ટી20 ઈન્ટરનેશનલમાં 580 રન બનાવ્યા છે. આઈપીએલની 87 મેચમાં 2375 રન બનાવ્યા છે.
Ind vs NZ, 1st Test: Shreyas Iyer will make his debut, says stand-in skipper Rahane
— ANI Digital (@ani_digital) November 24, 2021
Read @ANI Story | https://t.co/4X4VmC4vTx#INDvNZ #Rahane pic.twitter.com/iIeq2JAoQj
પ્રથમ ટેસ્ટમાં આવી હોઈ શકે છે ભારતીય ટીમ
મયંક અગ્રવાલ અને શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. ત્રીજા ક્રમે ચેતેશ્વર પૂજારા, ચોથા ક્રમે શ્રેયસ અય્યર, પાંચમા ક્રમે અજિંક્ય રહાણે, છઠ્ઠા ક્રમે રિદ્ધીમાન સાહા, સાતમા ક્રમે રવિચંદ્રન અશ્વિન, આઠમા ક્રમે રવિચંદ્રન અશ્વિન, નવમા ક્રમે અક્ષર પટેલ, દસમા ક્રમે ઈશાંત શર્મા અને અગિયારમા નંબર પર ઉમેશ યાદવ આવી શકે છે. 12મા ખેલાડી તરીકે જયંત યાદવ હોઈ શકે છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે અને 9.00 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરશે તેમ માનવામાં આવે છે.
કઈ ચેનલ પરથી થશે લાઈવ ટેલિકાસ્ટ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ Disney+Hotstar પર જોઈ શકાશે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ
અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, સૂર્યકુમાર યાદવ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, કેએસભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
વિરાટ કોહલી બીજી ટેસ્ટથી કેપ્ટનશિપ સંભાળશે
ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટઃ 25 થી 29 નવેમ્બર, કાનપુર, ગ્રીન પાર્ક સ્ટેડિયમ, સવારે 9.30 કલાકથી
બીજી ટેસ્ટઃ 3 થી 7 ડિસેમ્બર, મુંબઈ, વાનખેડે સ્ટેડિયમ, સવારે 9.30 કલાકથી
ટીમ ઈન્ડિયાના કયા સ્ટાર ક્રિકેટરને અપાયો છે આરામ
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટથી ટીમની કેપ્ટનશિપ સંભાળશે. જ્યારે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર થયો છે. આ સ્થિતિમાં ભારતના બેટ્સમેનોની ન્યૂઝીલેન્ડના બોલર સામે કસોટી થશે.