શ્રેયસ અય્યરે બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, બાબર સાથે ખરાબ યાદીમાં નામ સામેલ
ન્યૂઝીલેન્ડ સામે 75 બોલમાં ફિફ્ટી ફટકારીને અય્યર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી ધીમી અડધી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં જોડાયો

Shreyas Iyer slowest fifty: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ શરૂઆતમાં નિરાશ કર્યા હતા. ટોપ 3 બેટ્સમેન 30 રનના સ્કોર સુધીમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
આવી સ્થિતિમાં, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ઇનિંગને સંભાળી હતી. અય્યરે અડધી સદી ફટકારી હતી, પરંતુ આ ઇનિંગ દરમિયાન તેના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હતો. તેણે 75 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જે તેની વનડે કારકિર્દીની સૌથી ધીમી અડધી સદી છે. આ પહેલા તેણે 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદમાં 74 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સંદર્ભમાં, અય્યરની આ ઇનિંગ ચોથી સૌથી ધીમી અડધી સદી બની છે. આ યાદીમાં હવે બાંગ્લાદેશના જાકર અલી (87 બોલ), તૌહીદ હૃદયોય (85 બોલ) અને પાકિસ્તાનના બાબર આઝમ (81 બોલ) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. અન્ય ખેલાડીઓમાં શુભમન ગિલ, ટેમ્બા બાવુમા અને સઈદ શકીલ પણ આ યાદીમાં સામેલ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી ધીમી અડધી સદી:
87 બોલ - જાકર અલી વિ ભારત
85 બોલ - તૌહીદ હૃદય વિ ભારત
81 બોલ - બાબર આઝમ વિ. ન્યુઝીલેન્ડ
75 બોલ - શ્રેયસ અય્યર વિ ન્યુઝીલેન્ડ
65 બોલ - શુભમન ગિલ વિ. બાંગ્લાદેશ
63 બોલ - ટેમ્બા બાવુમા વિ અફઘાનિસ્તાન
63 બોલ - સઈદ શકીલ વિ. ભારત
શ્રેયસ અય્યર છેલ્લે 79 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 98 બોલની ઇનિંગમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સમાચાર લખાયા ત્યારે ભારતે 42 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતા.
ભારતે ન્યૂઝીલેન્ડે જીતવા આપ્યો 250 રનનો ટાર્ગેટ
શ્રેયસ ઐયરની અડધી સદીથી ભારતે ન્યૂઝીલેન્ડ સામે 250 રનનો લક્ષ્યાંક રાખ્યો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ટૂંક સમયમાં જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, શ્રેયસ અને અક્ષર પટેલે મળીને ચોથી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી. અક્ષર અને શ્રેયસના આઉટ થયા પછી ભારતીય ઇનિંગ્સ ડગમગી ગઈ. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 249 રન બનાવ્યા છે.
આ પણ વાંચો...
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માનું નસીબ ફરી ખરાબ, બનાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ




















