(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma: રોહિત શર્માએ ખતમ કર્યો સદીનો દુકાળ, 3 વર્ષ બાદ વન ડેમાં ફટકારી સદી, પોન્ટિંગની કરી બરાબરી
IND vs NZ: ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરતાં 26 ઓવરમાં 212 રનની પાર્ટનરશિપ કરી હતી.
Rohit Sharma: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાઈ રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરતાં 26 ઓવરમાં 212 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માં 85 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 101 રન અને શુબમન ગિલે 78 બોલમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગા વડે 112 રન બનાવ્યા હતા. રોહિત, જેણે વનડેમાં 3 બેવડી સદી ફટકારી છે, તે બીજી મોટી ઇનિંગ્સ ચૂકી ગયો અને માત્ર 101 રન બનાવીને તેની વિકેટ ગુમાવી દીધી.
2020 પછી ODI સદી
રોહિત શર્માએ 19 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સદી ફટકારી હતી. હવે 3 વર્ષ બાદ તેણે જાન્યુઆરીમાં ફરી સદી ફટકારી છે. રોહિતે ઓગસ્ટ 2022માં ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે નવેમ્બર 2018માં T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા કેપ્ટન રોહિત ટોપ ફોર્મમાં છે તે રાહતના સમાચાર છે.
વન ડેમાં સૌથી વધુ સદી
સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
વિરાટ કોહલી - 271 મેચ, 46 સદી
રોહિત શર્મા - 241 મેચ, 30 સદી
રિકી પોન્ટિંગ - 375 મેચ, 30 સદી
સનથ જયસૂર્યા – 445 મેચ, 28 સદી
વન ડેમાં ભારત તરફથી સૌથી વધુ સદી
સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
વિરાટ કોહલી - 271 મેચ, 46 સદી
રોહિત શર્મા - 241 મેચ, 30 સદી
રોહિત શર્માનો વન ડે રેકોર્ડ
241 મેચ, 9782 રન, 48.91 રન
30 સદી, 48 અડધી સદી, 3 બેવડી સદી
895 ચોગ્ગા, 273 છગ્ગા
After completing century, Suryakumar Yadav was asking for double century from Rohit Sharma. What a great bond of Ro 💙 and Surya dada 😭🙏. pic.twitter.com/AKdhV0XGQ7
— Vishal. (@SPORTYVISHAL) January 24, 2023
સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 398 વનડેની 369 ઇનિંગ્સમાં બેટિંગ કરતા સૌથી વધુ 351 સિક્સર ફટકારી હતી. શાહિદ આફ્રિદી લગભગ 19 વર્ષ સુધી પાકિસ્તાન માટે રમ્યો. વનડેમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ બીજા નંબર પર છે. યુનિવર્સ બોસે 301 ODIની 294 ઇનિંગ્સમાં 331 સિક્સર ફટકારી હતી. જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યાએ 445 વનડેની 433 ઇનિંગ્સમાં 270 છગ્ગા ફટકાર્યા હતા.
Rohit Sharma is one of the greats in ODI. pic.twitter.com/7TNuWxyYng
— Johns. (@CricCrazyJohns) January 24, 2023