શોધખોળ કરો

IND vs NZ: નરેન્દ્ર મોદીના નામ પર કેમ રાખવામાં આવ્યું છે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ, જાણો શું છે તેની ખાસિયતો

Narendra Modi Stadium: આ સ્ટેડિયમ પહેલા મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું, જેનું નામ બે વર્ષ પહેલા પીએ મોદીના નામ પર રાખવામાં આવ્યું હતું. નામ બદલવાની સાથે આ સ્ટેડિયમનો આખો લુક પણ બદલાઈ ગયો હતો.

IND vs NZ 3rd T20I:  ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ પહેલા મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું, જેનું નામ બે વર્ષ પહેલા પીએ મોદીના નામ પર રાખવામાં આવ્યું હતું. નામ બદલવાની સાથે આ સ્ટેડિયમનો આખો લુક પણ બદલાઈ ગયો હતો. એટલે કે દર્શકોની ક્ષમતાથી લઈને પાર્કિંગ, ડ્રેનેજ સિસ્ટમ, એલઈડી લાઈટો અને કોર્પોરેટ બોક્સ જેવી ઘણી બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. અન્ય ઘણી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી હતી. હાલમાં, તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદીના નામ પર કેમ રાખવામાં આવ્યું?

આ સ્ટેડિયમના નવીનીકરણ પછી ઉદ્ઘાટનમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, તેથી જ આ સ્ટેડિયમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કહ્યું હતું કે આ સ્ટેડિયમ પીએમ મોદીની કલ્પના છે, જેના વિશે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વિચારતા હતા. પીએમ મોદી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

સ્ટેડિયમની ખાસ વિશેષતાઓ શું છે?

  • આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે. આટલી દર્શક ક્ષમતા વિશ્વના અન્ય કોઈ ક્રિકેટ સ્ટેડિયમમાં નથી. અગાઉ આ સ્ટેડિયમમાં માત્ર 53000 દર્શકોની બેઠક ક્ષમતા હતી.
  • આ સ્ટેડિયમની વચ્ચે એક પણ પિલર નથી એટલે કે દર્શકોને મેચ જોવામાં કોઈ અડચણ નથી. ચાહકો કોઈપણ સ્ટેન્ડ પર બેસીને સમાન રીતે મેચનો આનંદ માણી શકે છે.
  • આ સ્ટેડિયમમાં કુલ 11 પિચો છે. આ સાથે આ સ્ટેડિયમમાં બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. 9-9 પિચો પણ છે. અહીં 6 ઇન્ડોર પિચ પણ છે, જ્યાં બેટિંગ માટે બોલિંગ મશીનની પણ સુવિધા છે.
  • આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ છે. દરેક ડ્રેસિંગ રૂમ સાથે જિમ પણ જોડાયેલ છે.અહીં 76 કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં VIP દર્શકો મેચનો આનંદ માણી શકે છે. આ બધા ફુલ એસી બોક્સ છે અને દરેકમાં 25 સીટ છે.
  • દરેક સ્ટેન્ડમાં ભોજન અને આતિથ્યની વ્યવસ્થા છે, જેથી કોઈપણ ખૂણામાં બેઠેલા દર્શકોને જરૂરી તમામ સુવિધાઓ મળી શકે.
  • અહીંની ડ્રેનેજ સિસ્ટમ એકદમ આધુનિક છે. સામાન્ય રીતે વરસાદ પછી રમતને લાંબા સમય સુધી રોકવી પડે છે, પરંતુ આ સ્ટેડિયમમાં ડ્રેનેજ સિસ્ટમ એવી છે કે આખું મેદાન માત્ર 30 મિનિટમાં સુકાઈ જાય છે.
  • આ સ્ટેડિયમમાં એલઈડી લાઈટો લગાવવામાં આવી છે, એટલે કે રાત્રે અહીં રમાતી મેચોમાં ખેલાડીઓનો પડછાયો નથી પડતો.

સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ હેઠળ આવે છે. આ એન્ક્લેવમાં બોક્સિંગ, બેડમિન્ટન, ટેનિસ માટે કોર્ટ છે. અહીં હોકી અને ફૂટબોલ મેદાન પણ છે. આ એન્ક્લેવ ભવિષ્યમાં ઓલિમ્પિક જેવી ઈવેન્ટનું આયોજન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઓલિમ્પિકમાં યોજાનારી ઘણી રમતો માટે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
Embed widget