IND vs NZ 3rd Test Day 1 Live: વાનખેડેમાં પ્રથમ દિવસે 14 વિકેટ પડી, સ્પિનરોનો દબદબો; રોહિત-વિરાટ ફરી ફ્લોપ થયા
IND vs NZ 3rd Test Day 1 Live: ભારતીય ટીમ પહેલા જ સીરિઝ હારી ચૂકી છે, હવે તે આ મેચ જીતીને પોતાનું સન્માન બચાવવા માંગશે

Background
IND vs NZ 3rd Test Day 1 Live: ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ આજથી (1 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે છે. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમ પહેલા જ સીરિઝ હારી ચૂકી છે, હવે તે આ મેચ જીતીને પોતાનું સન્માન બચાવવા માંગશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ આ મેચ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે.
વર્તમાન શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે પુણેમાં રમાયેલી શ્રેણીની બીજી મેચ 113 રને જીતી લીધી અને શ્રેણીમાં અજેય લીડ મેળવી લીધી. જો જોવામાં આવે તો કિવી ટીમ આ મેદાન પર પોતાની ચોથી ટેસ્ટ રમવા આવી છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે જે ત્રણ મેચ રમી હતી તેમાં તેને એકમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચ માટે ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચ નથી રમી રહ્યો. તેમના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમમાં ઈશ સોઢી અને મેટ હેનરીની એન્ટ્રી થઈ છે. મિશેલ સેન્ટનર અને ટિમ સાઉથીને આરામ આપવામાં આવ્યો છે.
IND vs NZ 3rd Test Day 1 Full Highlights: ન્યુઝીલેન્ડના 235 રનના જવાબમાં ભારતનો સ્કોર 86-4
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે કુલ 14 વિકેટ પડી હતી. પહેલા ન્યુઝીલેન્ડની ટીમ 235 રન પર જ સિમિત રહી હતી. કિવી ટીમ તરફથી ડેરિલ મિશેલે 82 અને વિલ યંગે 71 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 અને વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ દિવસની રમત પૂરી થતાં સુધીમાં 4 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 18 રન બનાવીને આઉટ થયો હતો અને વિરાટ કોહલી 04 રન બનાવીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે બે વિકેટ ઝડપી હતી.
IND vs NZ 3rd Test Day 1 Live Score: વિરાટ કોહલી રન આઉટ
ભારતીય ટીમને ચોથો ઝટકો 19મી ઓવરમાં વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો. નાઈટ વોચમેન મોહમ્મદ સિરાજના આઉટ થયા બાદ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. કોહલી 6 બોલમાં 4 રન બનાવીને રનઆઉટ થયો હતો. હવે ઋષભ પંત ક્રિઝ પર આવી ગયો છે.




















