શોધખોળ કરો

IND vs NZ 3rd ODI Score : ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

IND vs NZ, 3rd ODI: ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે.

Key Events
IND vs NZ Score Live Updates India vs New Zealand 3rd ODI Commentary Live Telecast Online TV Indore Holkar Stadium IND vs NZ 3rd ODI Score : ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
રોહિત શર્મા અને ગિલ
Source : BCCI

Background

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાશે.  રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ મેચ જીતીને કિવીઓને ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ આજે (24 જાન્યુઆરી) ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. આ સાથે જ બીજી મેચમાં તેણે આઠ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા આ મેચ જીતશે તો તે શ્રેણી 3-0થી કબજે કરી લેશે. ભારત પાસે ત્રીજી વનડે જીતીને નંબર-1 બનવાની તક પણ છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

કોહલી-રોહિત પાસે સારી ઇનિંગની આશા

ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. ગિલે પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને બીજી મેચમાં અણનમ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ બીજી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. શ્રીલંકા સામે બે અને બાંગ્લાદેશ સામે એક સદી ફટકારનાર વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં નિષ્ફળ રહ્યો હતો, તેથી તેનું લક્ષ્ય પણ મોટી ઇનિંગ્સ રમવાનું રહેશે.

T20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસેથી સારી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે શ્રેણીની પ્રથમ મેચમાં નિષ્ફળ ગયો હતો. હાર્દિક પંડ્યા પણ મિડલ ઓર્ડરમાં પુરતું યોગદાન આપી શકતો નથી. પોતાના ડેબ્યુની રાહ જોઈ રહેલા રજત પાટીદાર પણ ટીમમાં હાજર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ રજતને ડેબ્યૂ આપે છે કે નહીં તે જોવાનું રહેશે. પાટીદારે સ્થાનિક સ્તરે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.

ઉમરાન મલિક રમે તેવી શક્યતા છે

મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજની જગ્યાએ ઝડપી બોલર ઉમરાન મલિકને તક મળે તેવી શક્યતા છે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામ પર વિચાર કરી શકાય છે. જો કે, કુલદીપ યાદવને ડ્રોપ કરવામાં આવે તેવી શક્યતા નથી. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઈંગ-11માં રાખવામાં આવે તેવી આશા છે.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડ આ મેચ જીતીને ભારતને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પૂરો પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડ બેટિંગમાં તેના કેપ્ટન કેન વિલિયમસનની ખોટ અનુભવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના ટોપ-6 બેટ્સમેનોએ છેલ્લી 30 ઇનિંગ્સમાં માત્ર સાત વખત 40 કે તેથી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી માત્ર માઈકલ બ્રેસવેલ જ વર્તમાન સીરિઝમાં સારી બેટિંગ કરી શક્યો છે. જોકે મિશેલ સેન્ટનરે પણ હૈદરાબાદમાં પ્રથમ મેચમાં સારી બેટિંગ કરી હતી.

આ મેદાન પર વનડેમાં ભારતનો અજેય રેકોર્ડ છે

હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે. તે જોવું જોઈએ કે ઝડપી બોલરોને બીજી ઈનિંગમાં થોડી મદદ મળી શકે છે, જ્યારે સ્પિનરો મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્દોરનું મેદાન ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે કારણ કે તેણે અહીં પાંચ વનડે રમી છે અને તે તમામ જીતી છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

21:21 PM (IST)  •  24 Jan 2023

ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ ઈન્દોર વનડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે.  જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડને 386 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કિવી ટીમ 41.2 ઓવરમાં માત્ર 295 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ માટે ડ્વેન કોનવેએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. ડ્વેન કોનવેએ 100 બોલમાં 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

20:27 PM (IST)  •  24 Jan 2023

ડેવોન કોનવે આઉટ

ડેવોન કોનવે આઉટ થયો છે.  ડેવોન કોનવે કેચ આઉટ થયો છે.  કોનવે ઉમરાન મલિકના બોલ પર કેચ આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમે 35 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા છે. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget