(Source: ECI/ABP News/ABP Majha)
T20: રાંચીમાં અચાનક ધોની કયા યુવા ખેલાડીને મળવા ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો, ને શું કહ્યું, જુઓ વીડિયો
વીડિયોમાં જોઇ શકાય છે કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર્દિક પંડ્યાની આગેવાની વાળી યુવા ટીમની મુલાકાત ટ્રેનિંગ દરમિયાન કરી હતી,
MS Dhoni: ટીમ ઇન્ડિયાની રાંચી પહોંચી ચૂકી છે, અને ટી20 સીરીઝ માટેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાલમાં જ બીસીસીઆઇએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની દેખાઇ રહ્યો છે. ધોનીએ આ દરમિયાની ટીમ ઇન્ડિયાની ટી20 સ્ક્વૉડની મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અહીં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવાની છે, આ પહેલા ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ જીતી ચૂકી છે.
બીસીસીઆઇએ શેર કર્યો વીડિયો -
બીસીસીઆઇએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેખાઇ રહ્યો છે, ધોની ટીમ ઇન્ડિયાને ડ્રેસિંગ રૂમમાં મુલાકાત કરી રહ્યો છે. આ વીડિયો શેર કરતાં બીસીસીઆઇએ કેપ્શનમાં લખ્યુ છે - ધ ગ્રેડ, જુઓ, આજે રાંચીમાં ટ્રેનિંગ સમયે કોણ મળવા આવ્યુ છે.....
ખરેખરમાં, વીડિયોમાં જોઇ શકાય છે કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર્દિક પંડ્યાની આગેવાની વાળી યુવા ટીમની મુલાકાત ટ્રેનિંગ દરમિયાન કરી હતી, આ દરમિયાન ધોનીએ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમના તમામ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી, જોકે, ખાસ વાત છે કે ધોની આ પછી ખુદ ચાલીને ઇજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડ પાસે પહોંચ્યો હતો, અને ગાયકવાડના હાલચાલ પુછ્યા હતા.
Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023
યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ટી20 સીરીઝમાંથી બહાર-
હાલમાં રિપોર્ટ છે કે, ટીમ ઇન્ડિયાના તોફાની બેટ્સમેને ઋતુરાજ ગાયકવાડ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. ઋતુરાજ ગાયકવાડને ઇજા પહોંચી છે. ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયામાં યુવા તોફાની બેટ્સમેન પૃથ્વી શૉને મોકો મળી શકે છે. કેમ કે પૃથ્વી શૉને આના ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યો છે, અને પૃથ્વી શૉએ હાલમાં જ રમાયેલી રણજી ટ્રૉફીમાં કમાલનું પ્રદર્શન કર્યુ છે.
ખાસ વાત છે કે, હાલમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડી ટી20માં સ્થિર નથી, કેમ કે રેગ્યૂલર ઓપનર રોહિત શર્માને ટી20માં બીસીસીઆઇએ બાકાત કરી દીધો છે, અત્યારે ટી20માં શુભમન ગીલ અને ઇશાન કિશન ઓપનિંગ જોડી માટે ફેવરેટ છે, પરંતુ આ સિવાય પણ પૃથ્વી શૉ ઓપ્શન બની શકે છે.
ટી20 સીરીઝ શિડ્યૂલ -
- પ્રથમ ટી20, JSCA આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાંચી, ઝારખંડ
- બીજી ટી20, ઇકાના સ્પૉર્ટ્સ સીટી સ્ટેડિયમ, લખનઉ, ઉત્તરપ્રદેશ
- ત્રીજી ટી20, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત