શોધખોળ કરો

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી સ્પિન બોલર્સનો કમાલ જોવા મળ્યો છે, જેમાં અત્યાર સુધી 71 વિકેટ આ સિરીઝમાં સ્પિનર્સે મેળવી છે.

IND vs NZ Test series record: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેના બીજા દિવસની રમત પૂરી થતાં કીવી ટીમે તેની બીજી ઇનિંગ્સમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જ્યારે તેમની પાસે કુલ લીડ 143 રનની થઈ ગઈ હતી. આ ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી સ્પિનર્સનો ખૂબ દબદબો જોવા મળ્યો છે, જેના કારણે 55 વર્ષ જૂનો એક મોટો રેકોર્ડ પણ તૂટી ગયો. બેંગલુરુ ટેસ્ટમાં જરૂર ફાસ્ટ બોલર્સ થોડા પ્રભાવશાળી દેખાયા હતા પરંતુ આ પછી પુણે અને હવે મુંબઈ બંને ટેસ્ટ મેચોમાં સ્પિનર્સ તેમનો કમાલ બતાવવામાં સફળ રહ્યા છે.

ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સે મેળવી સૌથી વધુ વિકેટ

મુંબઈ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી પિચ પરથી સ્પિન બોલર્સને ખૂબ મદદ મળતી જોવા મળી છે, જેના કારણે ભારતમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં આ એવી સિરીઝ બની ગઈ છે, જેમાં સ્પિન બોલર્સે સૌથી વધુ 71 વિકેટ મેળવી છે. આ પહેલાં 1969માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 69 વિકેટ સ્પિનર્સે મેળવી હતી. અત્યાર સુધી આ ટેસ્ટ સિરીઝમાં વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 16 વિકેટ લીધી છે, જ્યારે બીજા નંબરે 15 વિકેટ સાથે રવીન્દ્ર જાડેજા અને 13 વિકેટ સાથે મિચેલ સેન્ટનર ત્રીજા નંબરે છે.

ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સે આ સિરીઝમાં મેળવી સૌથી વધુ વિકેટ

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ -  71 વિકેટ (વર્ષ 2024)

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ -  69 વિકેટ (વર્ષ 1969)

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા -  66 વિકેટ (વર્ષ 1956)

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ  - 65 વિકેટ (વર્ષ 1976)

ભારત વિરુદ્ધ શ્રીલંકા  - 64 વિકેટ (વર્ષ 1993)

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત જીતની નજીક

જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડનો સ્કોર બીજા દિવસની રમત પૂરી થતાં 9 વિકેટે 171 રન છે. આ રીતે કીવી ટીમની લીડ 143 રનની થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ માટે એજાઝ પટેલ અને વિલિયમ ઓ'રૂર્કે નોટઆઉટ છે. આ પહેલા ભારતે બીજા દિવસે 4 વિકેટે 84 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. ભારત માટે શુભમન ગિલ અને ઋષભ પંતે 96 રનની ભાગીદારી કરી, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન નિયમિત અંતરાલે પેવેલિયન પરત ફરતા રહ્યા. ન્યૂઝીલેન્ડ માટે એજાઝ પટેલ સૌથી સફળ બોલર રહ્યા. એજાઝ પટેલે 5 બેટ્સમેનને આઉટ કર્યા. આ ઉપરાંત મેટ હેનરી, ગ્લેન ફિલિપ્સ અને ઈશ સોઢીએ 1-1 વિકેટ પોતાના નામે કરી. રવિન્દ્ર જાડેજા ભારત માટે અત્યાર સુધીનો સૌથી સફળ બોલર રહ્યો છે. રવિન્દ્ર જાડેજાને 4 સફળતા મળી છે. આ સિવાય રવિ અશ્વિને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આકાશદીપ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી છે. આજે બીજા દિવસે બંને ટીમના 15 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે

ટોપ સ્ટોરી

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
Embed widget