IND vs PAK, Super 4: પાકિસ્તાને ભારતને 5 વિકેટથી હરાવ્યું, અર્શદિપે ડ્રોપ કરેલો કેચ ભારે પડ્યો
એશિયા કપ 2022માં સુપર 4 ટીમોની મેચ શરુ થઈ ચુકી છે. ત્યારે આજે ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને-સામને છે.
LIVE
Background
IND vs PAK, Super 4 LIVE: UAEમાં રમાઈ રહેલા 2022 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામસામે ટકરાશે. આ વખતે મેચ સુપર-4 તબક્કામાં છે. આ શાનદાર મેચ દુબઈમાં ભારતના સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દુબઈનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ભેજ 45 ટકા રહેશે. આ સિવાય 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે આ મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
એશિયા કપમાં 8 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું
દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝે મેચ ચેન્જિંગ ઇનિંગ્સ રમી હતી. નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાં છ ચોગ્ગા અને બે છગ્ગા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં 8 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આ પહેલા 2014માં એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. સતત પાંચ હાર બાદ હવે પાકિસ્તાનની જીત નક્કી થઈ ગઈ છે.
અંતિમ ઓવરમાં ભારતની હાર
પાકિસ્તાને ભારતને 5 વિકેટથી હરાવ્યું છે.
ભારતને મળી ચોથી સફળતા
મોહમ્મદ રિઝવાન 51 બોલમાં 71 રન ફટકારી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. હાલ પાકિસ્તાનનો સ્કોર 147 રન પર 4 વિકેટ છે.
નવાઝને આઉટ કરવામાં ભુવનેશ્વર કુમારને સફળતા
16મી ઓવરમાં પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ નવાઝને આઉટ કરવામાં ભુવનેશ્વર કુમારને સફળતા મળી હતી. નવાઝે 20 બોલમાં 42 રન બનાવ્યા હતા. હવે પાકિસ્તાનને જીત માટે 25 બોલમાં 45 રનની જરુર છે.
પાક.નો સ્કોર 100 રનને પાર
12.2 ઓવર પર પાકિસ્તાનનો સ્કોર 100 રન પર 2 વિકેટ છે. આ સાથે મોહમ્મદ રિઝવાને પોતાના 50 રન પુર્ણ કરી લીધા છે.