Momin Saqib: પાકિસ્તાનની હાર બાદ એમ્બ્યૂલન્સ શોધવા લાગ્યો ‘ઓ ભાઇ મારો મુજે...’ વાળો મોમિન શાકિબ, જુઓ વીડિયો.....
આ બધાની વચ્ચે મોમિન શાકિબનુ રિએક્શન ખુબ વાયરલ થઇ રહ્યું છે, મોમિન શાકિબનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એમ્બ્યૂલન્સ શોધી રહ્યો છે.
Momin Saqib Ind Vs Pak: એશિયા કપની સુપરહિટ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી, આ મેચમાં ફરી એકવાર પાકિસ્તાનનો ક્રિકેટ ફેન મોમિન શાકિબ ચર્ચામાં આવી ગયો છે. ભારતની જીત અને પાકિસ્તાની હાર પર ફેન્સ જુદાજુદા રિએક્શન્સ આપી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે મોમિન શાકિબનુ રિએક્શન ખુબ વાયરલ થઇ રહ્યું છે, મોમિન શાકિબનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એમ્બ્યૂલન્સ શોધી રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર મોમિન શાકિબનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે ગજબનુ રિએક્શન આપી રહેલો દેખાઇ રહ્યો છે, જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી તો મોમિન શાકિબ એમ્બ્યૂલન્સ શોધતો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં તે રડતા રડતાં કંઇક કહી રહ્યો છે -‘શું કરવુ હવે બાબર પણ આઉટ થઇ ગયો, રિઝવાન પણ ગયો, મારા માટે એમ્બ્યૂલન્સ લઇ આવો.......’
View this post on Instagram
આ ઉપરાંત મોમિન શાકિબના બીજા કેટલાય વીડિયો પણ વાયરલ થઇ રહ્યાં છે, આ તમામ વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવી ગયા છે. એકમાં તો ટિશ્યૂ પેપરથી આંસુ લુછી રહ્યો છે.
View this post on Instagram
એશિયા કપની ગઇકાલે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચમાં ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરી હતી. આ મેચ એટલી બધી રોમાંચક હતી કે કોઇપણ ટીમ જીતી શકતી હતી, પરંતુ ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિનિંગ સિક્સ ફટકારીને ટીમને પ્રથમ મેચમાં જીત અપાવી વિજયી શરૂઆત કરાવી હતી. દુબઇની જીત સાથે જ ભારતમાં જશ્નનો માહોલ અડધી રાત્રે જામ્યો હતો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---